ઈસ્લામાબાદમાં હોય કે સ્વિટ્ઝર્લૅન્ડ, પાકિસ્તાન હંમેશા અપમાનિત રહ્યું છે. તેને કોઈ ધ્યાન કે શ્રેય મળી રહ્યો નથી.

સમિટનું બગડ્યુ વાતાવરણ 

અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરતા પાકિસ્તાને ફરી એકવાર પોતાનું અપમાન કરાવ્યુ છે. શાંતિ મંત્રણા માટે આયોજિત લેક લ્યુસર્ન સમિટમાં, વાતચીત કરતાં શારીરિક ભાષા અને વિચિત્ર હાવભાવે વધુ ધ્યાન ખેંચ્યું હતુ. પાકિસ્તાની અને ઈરાની પત્રકારોના મતે, ઈરાની પ્રતિનિધિમંડળ અમેરિકા સાથેની વાતચીત અધવચ્ચે છોડીને જતા સમિટનું વાતાવરણ સંપૂર્ણપણે બગડ્યું હતુ. ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીના નેતૃત્વમાં ઈરાની ટીમ બહાર નીકળી ગઈ હતી. આનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી હોવાનું કહેવાય છે.

સમિટની સૌથી ચર્ચિત ક્ષણ 

આ બધું એટલા માટે થયું કારણ કે, ટ્રમ્પે કહ્યું હતું કે, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો પ્રયાસ કરશે. તો અમેરિકા તેને કબજે કરશે અને ટોલ લાદશે. પાકિસ્તાને યુએસ ઉપરાષ્ટ્રપતિને પ્રોટોકોલ તોડીને ઈરાન સાથે વાતચીત માટે પહેલા આવવાની સલાહ આપી હતી. જોકે, કેમેરા સામે ઈરાની પ્રતિનિધિમંડળના વોકઆઉટથી જાહેરમાં વાન્સ શરમ અનુભવી રહ્યા હતા. સમગ્ર સમિટનો સૌથી ચર્ચિત ક્ષણ શાહબાઝ શરીફનું અપમાન હતું. જ્યારે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને મળ્યા. ત્યારે બંને નેતાઓ માટે સાથે ફોટો પડાવવાની એક સંપૂર્ણ તક હતી. શાહબાઝ આની અપેક્ષા રાખતા હતા, પરંતુ અરાઘચીએ ફોટો લીધા વિના જવાનું પસંદ કર્યું હતુ. 

પાકિસ્તાનના મધ્યસ્થીના પ્રયાસો

આ નાની ક્ષણે સંદેશ આપ્યો કે ઈરાન હજુ પણ પાકિસ્તાનના મધ્યસ્થી પ્રયાસો પર અવિશ્વાસ કરે છે. વધુમાં, પાકિસ્તાનના ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન મોહસીન નકવી પણ ઈરાની પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરવા માટે રોકાયેલા હતા. પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. આ તસવીરોએ આંતરરાષ્ટ્રીય મીડિયામાં નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતુ. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર શરૂઆતમાં વાતચીતને તૂટી ન જાય તે માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પરંતુ પરિસ્થિતિ વધુ વણસી હતી. 

રાજદ્વારીઓ દ્વારા વાતચીત

ઈરાની વિદેશ મંત્રીના ગયા પછી, પાકિસ્તાની મધ્યસ્થીઓમાં ખળભળાટ મચ્યો હતો. હવે, અમેરિકા, ઈરાન, કતાર અને પાકિસ્તાન વચ્ચે બંધ દરવાજા પાછળ અને રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત થઈ રહી છે. ઘણા રાજદ્વારી નિરીક્ષકો કહે છે કે, શિખર સંમેલન રાજદ્વારી પ્રગતિ કરતાં તણાવ, અણઘડ ક્ષણો અને હાઇ-પ્રોફાઇલ વોકઆઉટ દ્વારા વધુ ચિહ્નિત થયું હતું. પાકિસ્તાન હવે આ આંચકામાંથી બહાર આવવા અને સંયુક્ત નિવેદન બહાર પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

આ પણ વાંચોઃ 14 દિવસના વિરામ બાદ ફરી ચોમાસું થયુ સક્રિય, આગામી 48 કલાકમાં મુંબઈ પહોંચવાની સંભાવના

  • Follow us on: