43 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય વડા પ્રધાને નોર્વેની ધરતી પર પગ મૂક્યો છે.
પીએમ મોદીની પ્રતિક્રિયા
નોર્વે પહોંચ્યા બાદ, પીએમ મોદીએ કહ્યું કે, હું નોર્વેના ઓસ્લો પહોંચ્યો છું. એરપોર્ટ પર તેમણે આપેલા ઉષ્માભર્યા સ્વાગત માટે હું પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરનો આભારી છું. ચાર દાયકાથી વધુ સમયમાં નોર્વેની આ પહેલી પ્રધાનમંત્રી પદની મુલાકાત છે. મને વિશ્વાસ છે કે આનાથી ભારત-નોર્વે મિત્રતાની વધુ મજબૂત થશે. હું મહામહિમ રાજા હેરાલ્ડ પાંચમા અને રાણી સોન્જાને મળીશ અને પ્રધાનમંત્રી સ્ટોર સાથે વાતચીત કરીશ. 19મી તારીખે, ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટ યોજાશે. જે મારા નોર્ડિક સમકક્ષોને મળવાની ઉત્તમ તક પૂરી પાડશે.
https://twitter.com/narendramodi/status/2056286104790110671
વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ મુશ્કેલીમાં
અગાઉની મુલાકાત જૂન 1983માં ઇન્દિરા ગાંધીએ કરી હતી. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુરોપ ગંભીર સુરક્ષા કટોકટીનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આબોહવા પરિવર્તનની વધતી જતી અસરો ગ્રીન ટેકનોલોજી અને આર્કટિક ક્ષેત્રમાં રસ વધારી રહી છે. ઓસ્લો આ વર્ષે ખૂબ જ અપેક્ષિત ત્રીજી ભારત-નોર્ડિક સમિટનું આયોજન કરી રહ્યું છે. જેમાં મોદી અને નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડનના નેતાઓ એકઠા થશે.
ઐતિહાસિક મુલાકાત તરીકે મૂલ્યાંકન
નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેઇનરે પીએમ મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું હતુ કે, ભારતીય પ્રધાનમંત્રીની છેલ્લી મુલાકાત 1983માં હતી. અમે 18 મેના રોજ નોર્વેમાં તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ઘણા સકારાત્મક પરિણામો અને નોર્વે-ભારત સંબંધોને વધુ મજબૂત બનાવવાની રાહ જોઈ રહ્યા છીએ. ભારત-નોર્ડિક સમિટ પ્રક્રિયા 2018માં સ્ટોકહોમમાં શરૂ થઈ હતી અને 2022માં કોપનહેગનમાં હતી. યુનાઇટેડ સ્ટેટ્સ એકમાત્ર એવો દેશ છે જે નોર્ડિક દેશો સાથે સમાન સમિટનું આયોજન કરે છે.
આ પણ વાંચોઃ America સાથે વધતા તણાવ વચ્ચે Iranમાં નાગરિકોને અપાઇ રહી છે હથિયાર ચલાવવાની તાલીમ
