અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા નેતન્યાહૂની ટીકા કરી અને હવે તેઓ ઓમાન પર રોષે ભરાયા છે.
ઓમાનની તટસ્થતા બની પડકાર
બંને દેશો વચ્ચે તટસ્થ રહેનાર દરેક દેશ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફસાયો છે. ઓમાનની તટસ્થતા હવે તેના માટે પડકાર બની છે. જ્યારથી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નવી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે ઓમાન સાથે કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારથી વોશિંગ્ટન મસ્કત પર ઈરાન અને અમેરિકા વચ્ચેના એક પક્ષને ખુલ્લેઆમ ટેકો આપવા દબાણ કરી રહ્યું છે. જ્યારે યુએસ-ઈરાન સંઘર્ષ શરૂ થયો, ત્યારે ઓમાને ઝડપથી તેહરાન સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો.
ટ્રમ્પ અને અમેરિકી નાણામંત્રીની ચેતવણી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનને ચેતવણી આપતા કહ્યું કે, જો ઓમાને હોર્મુઝના નિયંત્રણ કે ટેક્સ વસૂલાત અંગે ઇરાન સાથે કોઈ કરાર કર્યો તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે વધુમાં કહ્યુ હચુ કે, ઓમાને અન્ય દેશોની જેમ સામાન્ય વર્તન કરવું પડશે. નહીંતર અમેરિકા કડક પગલાં લેશે. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે પણ ચેતવણી આપી છે કે, જો ઓમાન આ યોજનામાં સામેલ થશે તો તેના પર આકરા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.
ઓમાન સરકાર ચિંતિત
વિવાદ વધતા ઓમાનના રાજદૂત અને માહિતી મંત્રી અબ્દુલ્લા અલ-હર્રાસીએ સ્પષ્ટતા કરી છે કે, આવી કોઈ યોજના નથી અને ઓમાન અમેરિકા તથા અન્ય ભાગીદારો સાથે મળીને પ્રાદેશિક સ્થિરતા જાળવી રાખવા તૈયાર છે. ખાડી દેશોમાં ઓમાન સાથે ભારતના સંબંધો સદીઓ જૂના અને ખૂબ જ મજબૂત છે. ઓમાનની ખાડીમાં કોઈની સાથે ખુલ્લી દુશ્મની નથી. પરંતુ હવે અમેરિકાના બદલાયેલા વલણ અને કડક વલણને કારણે ઓમાન સરકાર ચિંતિત છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક નેતન્યાહૂથી થયા નારાજ, જાણો શુ છે મામલો?
