ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યુ છે કે, તેઓ કેનેડા પર હુમલો નહી કરે. ઇન્ટરવ્યુ દરમિયાન તેઓએ આ વાત કહી હતી.
કેનેડા માટે ટ્ર્મ્પની શુ હતી ઇચ્છા ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યુ હતુ કે, કેનેડાનો 200 વર્ષ જુનો ઇતિહાસ અને તેમની ઓળખ એટલી મજબૂત છે કે તેને બદલવો શક્ય નથી. ઇરાન જંગમાં બેકફુટ પર આવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યુ હતુ કે, કેનેડા પર હુમલો નહી કરીએ. ટ્રમ્પ કેનેડાને 51મું રાજ્ય બનાવવા ઇચ્છે છે. પરંતુ તેઓએ હવે આ વાતથી પાછળ હટ્યા છે. કેનેડાના ભવ્ય ઇતિહાસ અને તેની ઓળખ અંગે વાત કરતા તેઓએ પોતાની ઇચ્છાને સમાપ્ત કરી છે.
ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે શુ કહ્યુ ?
હાર્ડમેન એલિઝાબેથ દ્વિતીય પર નવી પુસ્તક લખી રહ્યા છે. આ સંદર્ભે તેઓએ ટ્રમ્પનુ પણ ઇન્ટરવ્યુ લીધુ હતુ. ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે એક પ્રશ્ન હાર્ડમેને પુછ્યુ હતુ કે, શું હજુપણ કેનેડાના લોકો પોતાના રાજાને પ્રમુખ તરીકે ગણે છે. તેના ઉત્તરમાં હાર્ડમેને કહ્યુ હતુ કે, આજે પણ કેનેડામાં લોકો પોતાના રાજાને પ્રમુખ તરીકેનું સ્થાન આપે છે. પરંતુ ટ્રમ્પે કહ્યુ હતુ કે, કેનેડાના લોકો નેતાની સામે તો સારા રહે છે પરંતુ પીઠપાછળ તેમની ટીકા કરે છે.
કેનેડા મુદ્દે અનેક વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે ટ્રમ્પ
ગયા વર્ષે ટ્રમ્પે કહ્યુ હતુ કે, તેઓ કેનેડાને અમેરિકામાં સામેલ કરવા ઇચ્છા છે. તેઓએ તે સમયના કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો પર પણ નિશાન સાધ્યુ હતુ. ટ્રમ્પે કહ્યુ હતુ કે, જો કેનેડા અમેરિકાનો ભાગ બનશે તો ત્યાંના લોકોને ઓછો ટેક્સ આપવો પડશે. અને તેને વધુ સારી સુરક્ષા આપવામાં આવશે. જાન્યુઆરીમાં તેઓએ AIથી બનેલી તસ્વીર પણ શેયર કરી હતી. જેમાં તેઓએ કેનેડાને અમેરિકાના ધ્વજના રંગમાં દર્શાવ્યુ હતુ.
બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ-3ની પ્રતિક્રિયા
આ નિવેદનો બાદ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ-3 કેનેડા ગયા હતા. ત્યાં તેઓએ સંસદના ઉદ્ધાટન દરમિયાન કેનેડાને મજબૂત અને સ્વતંત્ર દેશ તરીકે બિરદાવ્યો હતો. રાજાના આ નિવેદનો બાદ ટ્રમ્પના નિવેદનો અને તેમના શબ્દો થોડા નરમ પડ્યા હતા. ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ-3ને સારા રાજા તરીકે દર્શાવ્યા હતા. અને સાથે જ કહ્યુ હતુ કે, તેઓએ ભૂતકાળમાં ઘણા મહત્ત્વના પરિવર્તનો કર્યા છે.
આ મહિને અમેરિકા જશે કિંગ ચાર્લ્સ
આ મહિનાના અંત સુધીમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન અમેરિકાના પ્રવાસે જશે. તેઓ વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં સામેલ થશે. અમેરિકા સંસદમાં પણ તેઓ જશે. આ પ્રવાસ અને મુલાકાતથી બન્ને દેશ વચ્ચે સંબંધો સારા અને મજબૂત થશે. ઇરાન યુદ્ધમાં મદદ ન કરવાને લઇને અમેરિકા અને બ્રિટનના સંબંધો નબળા પડ્યા છે. આ મુદ્દે ટ્રમ્પે બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરની નીતિઓની ટીકા પણ કરી હતી.
