ટ્રમ્પ અને જિનપિંગે ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સંઘર્ષ અને તણાવ અંગે ચર્ચા કરી હતી.

વ્હાઇટ હાઉસે શું કહ્યું?

બેઇજિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ, વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં, વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સારી મુલાકાત કરી. બંને પક્ષોએ આર્થિક સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. જેમાં ચીની બજારમાં યુએસ કંપનીઓની પહોંચ વધારવા અને આપણા ઉદ્યોગોમાં ચીની રોકાણ વધારવાનો સમાવેશ થાય છે.

હોર્મુઝ સ્ટ્રેટ અંગે વ્હાઇટ હાઉસના દાવા

રાષ્ટ્રપતિઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની બેઠક દરમિયાન ચર્ચા કરાયેલા ઇરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દાઓ અંગે, વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, યુએસ અને ચીન સંમત થયા હતા કે હોર્મુઝ સ્ટ્રેટ અવિરત ઉર્જા પુરવઠો જાળવવા માટે ખુલ્લું રહેવું જોઈએ. રાષ્ટ્રપતિ શી જિનપિંગે એ પણ સ્પષ્ટ કર્યું કે ચીન હોર્મુઝ સ્ટ્રેટનું લશ્કરીકરણ કરવાના અને તેના ઉપયોગ માટે ટેરિફ લાદવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કરે છે.

આ પણ વાંચોઃ Hormuz Strait મામલે Chinaએ Iran સાથે નફ્ફટાઇ કરી હોવાનું આવ્યુ સામે, જાણો ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે શુ થઇ વાતચીત?