અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધવિરામ ક્યારે થશે તેના પર વિશ્વની નજર છે. કારણ કે તેલના ભાવ વધતા અર્થતંત્ર ખોરવાયુ છે.
શું છે પાકિસ્તાનની ભૂમિકા ?
અમેરિકા અને ઇરાનની વચ્ચે વધતા તણાવને જોતા પરદા પાછળ કૂટનૈતિક પ્રયાસો તેજ થઇ રહ્યા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સે ડોનાલ્ડ ટ્ર્મ્પના સંબોધન અગાઉ ઇરાનના મામલા અંગે નિવારણ મેળવવા માટે બેકચેનલ સાથે સંપર્ક શરુ કર્યો છે. આ તમામ મામલે પાકિસ્તાનના માધ્યમથી અમેરિકા મધ્યસ્થી કરી રહ્યુ છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે ઇરાન મામલાને શાંત કરવા માટે જે.ડી.વેન્સનું નામ આગળ ધર્યુ હતુ. પરંતુ પ્રશ્ન એ હતો કે, શું પાકિસ્તાન પોતાની ભમિકા ભજવી રહ્યુ છે?.
તેહરાન પર દબાણ કેમ ?
જે.ડી.વેન્સે ડોનાલ્ડ ટ્રમ્પને સંદેશો આપ્યો છે કે, અમેરિકા યુદ્ધવિરામ માટે તૈયાર છે. પરંતુ તેના માટે કેટલીક શરતોનું પાલન કરવુ પડશે. તેઓએ પાકિસ્તાનને એ સંદેશો પણ આપ્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ હવે વધુ રાહ જોઇ શકશે નહી. જ્યાં સુધી તેહરાન ડીલ માટે તૈયારી નથી દર્શાવતુ ત્યાં સુધી અમેરિકા તેના પર કૂટનીતિ અને સેના દબાણ માટે પ્રયાસ કરતુ રહેશે. આ બધી સ્થિતિ વચ્ચે અમેરિકા તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.
ટ્રમ્પે કેમ કર્યો જે.ડી.વેન્સના નામનો ઉલ્લેખ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે, જે.ડી.વેન્સ ઇરાન સાથે કરાર કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જે.ડી.વેન્સનું કાર્ય કુશળ છે. પરંતુ જો કાર્ય પાર ન પડે તો તેના માટે જે.ડી.વેન્સ જવાબદાર રહેશે. અને જો કરાર થઇ જશે તો તેનો તમામ શ્રેય હું લઇશ. ઇરાન યુદ્ધમાં પાકિસ્તાન પોતાને 'શાંતિ બ્રોકર' તરીકે રજૂ કરી રહ્યુ છે. અને પોતાની જાતને ઇરાનનો સૌથી સારો મિત્ર ગણાવે છે. અને સાઉદી અરેબિયા સાથે પણ તેનો સારો સંપર્ક હોવાનું કહી રહ્યુ છે. આ સ્થિતિમાં પાકિસ્તાન ઇરાન અને ખાડી દેશ વચ્ચે 'સેતુ' જેવું કામ કરી રહ્યુ હોવાનું દર્શાવી રહ્યુ છે.
આ પણ વાંચોઃ Pakistanની મહિલા મેજર Ayesha Khan કેમ છે ચર્ચામાં, જાણો શું છે કારણ?
