પાકિસ્તાની સેનામાં મેજરના પદ પર તૈનાત આયેશા ખાને સાઇપ્રસમાં મિલિટ્રી પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે ફરજ બજાવી છે.
લોકો વચ્ચે મજબૂત ઓળખ
પાકિસ્તાનની મહિલા મેજર આયેશા ખાન હાલમાં ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાની આ મેજર સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં મિલિટ્રી પબ્લિક ઇન્ફોર્મેશન અધિકારી તરીકે તૈનાત હતા. તેમના કામના કારણે લોકો વચ્ચે તેમની ઓળખ મજબૂત છે. પરંતુ તેની કાર્યશૈલીની સાથે તેમની સુંદરતા પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. પરંતુ આ બધાની વચ્ચે મહત્ત્વની વાત એ છે કે, પાકિસ્તાનની મહિલા મેજર આયેશા ખાનનો આજે એટલે કે 2 એપ્રિલ 2026ના રોજ સાઇપ્રસમાં મિલિટ્રી પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે અંતિમ દિવસ છે.
https://twitter.com/UN_CYPRUS/status/2039254333418569821
મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દામાં ભૂમિકા
જે મામલે UNFCYPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યુ છે. અને જણાવ્યુ છે કે, આજે UNFCYP આજે આયેશા ખાનને વિદાયી આપી રહ્યુ છે. મેજર આયેશા ખાને એક વર્ષ કરતા વધુનો સમય સાઇપ્રસમાં મિલિટ્રી પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે પસાર કર્યો છે. અને સાથે જ મહિલા શાંતિ સૈનિકો માટે ફોકલ પોઇન્ટ પણ રહ્યા છે. તેઓએ બફરઝોન સાથે જોડાયેલા મુદ્દા પર મીડિયા સાથે જોડાયા હતા. અને રણનૈતિક સંચારની પોતાની ભૂમિકામાં મિશનમાં મહત્ત્વનું યોગદાન આપ્યુ છે. સાથે જ UNFCYPએ આયેશા ખાનને ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
કોણ છે આયેશા ખાન ?
મેજર આયેશા શૌકત ખાન મૂળ પાકિસ્તાનના રહેવાસી છે. તેમની પૃષ્ઠભૂમિ મજબૂત સેનાની રહી છે. અને સાથે જ સાર્વજનિક મામલાઓ અને રણનૈતિક સંચારમાં વિશેષ કૌશલ્ય પ્રાપ્ત છે. મેજર આયેશા શૌકત ખાન પાકિસ્તાની સેનામાં સૌથી મજબૂત અધિકારી છે. તેઓ UNFICYPમાં મિલિટ્રી પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે કાર્યરત હતા. સાઇપ્રસમાં એક વર્ષના કાર્યકાળ દરમિયાન આયેશા ખાને રણનૈતિક સંચાર, મીડિયા સાથે જોડાણ અને જનસંપર્કમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
UNFICYPમાં આયેશા ખાનનું યોગદાન
UNFICYPની સ્થાપના 1964માં કરવામાં આવી હતી. તે હજુ પણ સાઇપ્રસમાં કામ કરી રહ્યુ છે. કે જેથી યુદ્ધ ફરી ન થાય. અને બફરઝોનની સુરક્ષા કરવામાં આવે. એક સ્થાયી રાજનૈતિક સમાધાન માટે વ્યવસ્થિત માહોલનું સર્જન કરી શકાય. મેજર આયેશા ખાને એવા સમયે સેવા આપી જ્યારે બન્ને દેશ વચ્ચે તણાવ ઓછો કરવા માટે વાતચીત ચાલી રહી હતી. સફળ કાર્યકાળ શરુ કર્યા બાદ તેઓએ 2026માં પોતાનું મિશન છોડી દીધુ હતુ. આયેશા ખાને મહિલાઓ માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યા છે. જે તેમની કારકિર્દીમાં મહત્ત્વના સાબિત થયા છે.
આ પણ વાંચોઃ Strait of Hormuz: હોર્મુઝ અને બાબ અલ-મંડેબમાં વધતા તણાવ બાદ તેલ જહાજોએ સમુદ્રમાં શોધ્યો અલગ રસ્તો
