ચીન અને નેપાળની સરહદે આવેલા વિસ્તારોમાં બુધવારે આવેલી અચાનક અને ભયાનક પૂરે ભારે તબાહી મચાવી દીધી છે. ગુરુવાર સુધીમાં ઓછામાં ઓછા 469 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 1,500થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ, ટ્રેકર્સ, શ્રદ્ધાળુઓ અને મજૂરો સામેલ છે, જેઓ માઉન્ટ કૈલાશની યાત્રા કે ટ્રેકિંગ માટે પહોંચ્યા હતા. પૂરની તીવ્રતા એટલી ભયાનક હતી કે વિશ્વના 30થી વધુ દેશોના નાગરિકો ગુમ થઈ ગયા છે.

જે લોકો ગુમ છે તેમાં 517 વિદેશી નાગરિકો છે

નેપાળના આપદા પ્રબંધન પ્રાધિકરણ અનુસાર દેશમાં ઘટેલી દુર્ઘટનામાં જે લોકો ગુમ છે તેમાં 517 વિદેશી નાગરિકો છે.નેશનલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોમાં 113 નેપાળી પ્રવાસીઓ,સેના અને પોલીસના 85 જવાનો, રસુવા જિલ્લાના 161 અને નુવાકોટ જિલ્લાની 1 વ્યક્તિ સામેલ છે. બીજી તરફ, ચીનના તિબેટ સ્થિત ગિયિરોંગ કાઉન્ટીમાં 3 લોકોના મોત થયા છે અને 558 લોકો ગુમ છે,જેમાં 260 વિદેશીઓ છે.

નેપાલ ફ્લડ

આ હોનારતમાં ભારતીયોને પણ મોટી અસર પહોંચી છે

આ હોનારતમાં ભારતીયોને પણ મોટી અસર પહોંચી છે.ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 288 ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શકતો નથી, જેમાં પાવર પ્રોજેક્ટ પર કામ કરતા 73 લોકો અને માઉન્ટ કૈલાશની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પણ સામેલ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર 90 અમેરિકન નાગરિકોનો કોઈ પત્તો નથી, જ્યારે ચીન તરફથી નેપાળમાં 100 જેટલા ચીની નાગરિકો પણ ગુમ છે.હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને હેલિકોપ્ટરની મદદથી અત્યાર સુધીમાં 50થી વધુ વિદેશી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Bollywood: કૃતિ સેનન બાદ સેલીના જેટલીના રક્ષાબંધન લૂક પર બબાલ, ડીપનેક બ્લાઉઝ પહેરતા થઈ ટ્રોલ