સાઉદી અરેબિયામાં ભયંકર માર્ગ અકસ્માતની ઘટનાથી હડકંપ મચ્યો છે. આ મોટા માર્ગ અકસ્માતમાં 42 ભારતીયોના મોત થયાના સમાચાર સામે આવ્યા. મુસાફરોથી ભરેલ બસ જયારે મક્કાથી મદીના તરફ જઈ રહી હતી. ત્યારે આ દુર્ઘટના બનવા પામી. બસ એક ટેન્કર સાથે અથડાતા તેમાં આગ લાગી ગઈ. બસમાં બેસેલા તમામ મુસાફરો આગ લાગવાના કારણે દુર્ઘટનાનો શિકાર થયા. માર્ગ અકસ્માતના સામે આવેલ માહિતી મુજબ જે મુસાફરોના મોત થયા તે ભારતમાં હૈદરાબાદના રહેવાસી હતા. ભારત સરકાર દ્વારા મૃતકોના પરિવારને લઈને હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો.
સાઉદિ અરેબિયામાં સ્થિત મહત્વના શહેર
ઘણા લોકો આજે પણ મક્કા અને મદીનાથી અજાણ છે. સાઉદી અરેબિયામાં સ્થિત મક્કા-મદીનાને ઇસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. કહેવાય છે કે આ શહેરમાં ઇસ્લામનો જન્મ હતો. એવી માન્યતા છે કે પયગંબર મુહમ્મદનો જન્મ અહીં થયો હતો. મક્કા-મદીનાને ઇસ્લામિક પરંપરાઓ અને આધ્યાત્મિકતાનું શિખર માનવામાં આવે છે. મક્કા અને મદીના બે અલગ-અલગ શહેરો છે જ્યાં હજ યાત્રા થાય છે. બિન-મુસ્લિમોને આ શહેરોમાં જવાની મંજૂરી નથી.
મક્કા-મદીનાનું મહત્વ
મુસ્લિમ સમુદાયમાં હજયાત્રાનું મહત્વ છે. મક્કામાં આવેલ કાબા હજયાત્રાનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જયારે મદીનામાં મસ્જિદ-એ-નબવી છે જયાં પયગંબર મુહમ્મદની કબર આવેલી છે. મક્કાને ઇસ્લામનું જન્મસ્થળ માનવામાં આવે છે અને દરેક મુસ્લિમ અહીં નમાઝ માટે જાય છે. ઇસ્લામ ધર્મમાં એવી માન્યતા કે દરેક મુસ્લિમોએ પોતાના જીવનમાં એક વાર આ મક્કા-મદીનામાં હજયાત્રા કરવા જરૂર જવું જોઈએ.
મુસિલમો માટે હજયાત્રાનું મહત્વ
મદીના ઇસ્લામના પ્રથમ સમાજ અને પયગંબર મુહમ્મદના જીવનનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. કાબાને અલ્લાહનું ઘર માનવામાં આવે છે અને દરેક મુસ્લિમની હજ યાત્રા અહીં પૂર્ણ થાય છે. મદીનામાં મસ્જિદ-એ-નબવીની દરેક ઈંટ પયગંબર મુહમ્મદના ઉપદેશો અને જીવનની વાર્તા કહે છે. મક્કામાં આવેલ ઝમઝમ કૂવાનું પાણી પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે. હજ અને ઉમરાહ દરમિયાન મક્કા અને મદીનાની યાત્રા ફરજિયાત માનવામાં આવે છે. બંને સ્થાનની વિશ્વભરના મુસ્લિમો મુલાકાત લે છે અને તેમના ખુદાની ઇબાદત કરી એકતાનો સંદેશ આપે છે
ભારતીયો માટે મક્કા-મદીનામાં હજયાત્રા
સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હજ યાત્રા કરવા જવા માટે પહેલા નોંધણી કરાવી પડે છે. ભારતીય મુસ્લિમોએ હજયાત્રા કરવા હજ સમિતિ ઓફ ઈન્ડિયામાં પહેલા નોંધણી કરાવી પડે છે. જે વ્યક્તિ હજયાત્રા કરવા માગતી હોય તેણે પોતાનો પાસપોર્ટ-સાઇઝ ફોટો, આધાર કાર્ડ, બેંક ખાતામાંથી રદ કરાયેલ ચેક સહિત મહત્વના દસ્તાવેજ આપવાના રહે છે.
હજયાત્રા માટે મુસ્લિમ હોવું જરૂરી
સૌથી મહત્વનું કોઈપણ ભારતીય વ્યક્તિ હજયાત્રા નથી કરી શકતો. હજ માટે પ્રાથમિક આવશ્યકતા છે કે તે વ્યક્તિ મુસ્લિમ હોવી જોઈએ. આ પુરાવા બાદ જ ભારતીય વ્યક્તિને હજની મંજૂરી મળે છે. તેમજ મહિલાઓ માટે પણ શરિયા મહરમ જેવા કેટલાક નિયમો છે જેનું પાલન કરવું પડે છે. ભારતીય મુસ્લિમ હજ સમિતિ દ્વારા અને ખાનગી પ્રવાસો દ્વારા સાઉદી અરેબિયામાં હજયાત્રા કરી શકે છે.