સાઉદી અરબમાં ભારતીયોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વર્ષ 2023-24માં 2 લાખ ભારતીયો સાઉદી અરબ કામ માટે ગયા. જેનાથી કૂલ ભારતીય સમુદાયની સંખ્યા 26.5 લાખ સુધી પહોંચી છે. દેશમાં ભારતીય કંપનીઓની સંખ્યા વધીને 3000 થઇ ગઇ છે.


સાઉદી અરબમાં કેટલા છે ભારતીય? 

ગયા નાણાકીય વર્ષમાં કામદારોની સંખ્યામાં આશરે 10%નો વધારો થયો છે. પરિણામે, સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાય 2.65 મિલિયન સુધી પહોંચી ગયો છે. જે પશ્ચિમ એશિયામાં સૌથી મોટી વિદેશી વસ્તીમાંનો એક છે.

2022 માં સાઉદીમાં કેટલા હતા ભારતીય? 

2023-24 માં સાઉદી અરેબિયામાં કામ કરવા જતા ભારતીય કામદારોની સંખ્યા 200,000 નોંધાઈ હતી, જ્યારે 2022 માં આ સંખ્યા પાંચ ગણી વધી હતી. વધુમાં 2022માં સાઉદી અરેબિયા ખાડી દેશોમાં ભારતીય કામદારોની સૌથી મોટી ભરતી કરનાર બન્યું. વર્ષ 2022 માં 178,630 ભારતીયો સાઉદી અરેબિયામાં કામ કરી રહ્યા હતા.

2021માં કેટલા હતા ભારતીય?

વર્ષ 2021માં ફક્ત 32,845 ભારતીય હતા જ્યારે 2020 માં 44,316 સંખ્યા હતી. કુવૈત ખાડી દેશોમાં ભારતીય કામદારોની ભરતી કરનાર બીજો સૌથી મોટો દેશ છે. જ્યાં 2021 ની સરખામણીમાં ભરતીમાં સાત ગણો વધારો થયો છે.

ખાડી દેશોમાં વધતી સંખ્યા

વિદેશ મંત્રાલય (MEA) અનુસાર ભારતની લગભગ 50% વિદેશી વસ્તી ગલ્ફ દેશોમાં કામ કરે છે. આ પ્રદેશમાં ભારતીય વસ્તીના અંદાજે 70% અર્ધ-કુશળ અને અકુશળ કામદારો છે, જેમાં 20-30% વ્યાવસાયિકો અને વ્હાઇટ-કોલર કામદારો (જેમ કે ડોકટરો, એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને બેંકર્સ) છે.

સાઉદી અરેબિયામાં નોંધાયેલી ભારતીય કંપનીઓની સંખ્યા 2019 માં 400 થી વધીને ઓગસ્ટ 2023 સુધીમાં લગભગ 3,000 થઈ ગઈ છે. જેમાં કુલ રોકાણ આશરે $3 બિલિયન જેટલું છે. આ રોકાણો મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી સેવાઓ, નાણાકીય સેવાઓ, બાંધકામ પ્રોજેક્ટ્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, IT અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવ્યા છે.

સાઉદી અરેબિયા શા માટે નોકરીઓ આપી રહ્યું છે?

સાઉદી સરકાર વિઝન 2030 હેઠળ કામ કરી રહી છે. આ વિઝનનો ઉદ્દેશ્ય દેશની તેલ પરની નિર્ભરતા ઘટાડવાનો અને તેના આર્થિક, સાંસ્કૃતિક અને આવકના અન્ય સ્ત્રોતોને મજબૂત બનાવવાનો છે. પરિણામે તે વધુ વ્યાવસાયિકો, ખાસ કરીને વિદેશી કામદારોને રોજગારી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારત હાલમાં સાઉદી અરેબિયાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને દેશની ખાદ્ય સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાં ચોખાની નિકાસ માત્ર $1 બિલિયન જેટલી થાય છે.


  • Follow us on: