
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Nov 17, 2025 11:10 pm
ગોંડલમાં એક જ સમાજ 2 જૂથ વચ્ચે મારામારી
સિવિલ હોસ્પિટલ ચોક વિસ્તારમાં મારામારી, મારામારી ઘટનામાં 5 લોકો થયાં ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Nov 17, 2025 10:06 pm
ખેલ મહાકુંભની સ્પર્ધામાં SRPF જવાનની તબિયત લથડતાં મોત
સુરેન્દ્રનગરના પોલીસ જવાહર ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભની સ્પર્ધામાં SRPF જવાનની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા. તેમણે ખેલ મહાકુંભની લોન્ગ ટેનીસ ની સ્પર્ધા ભાગ લીધો હતો . SRPF માં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું સારવાર દરમિયાન મોત
Nov 17, 2025 08:25 pm
તથ્ય પટેલ સામે આવતીકાલે કોર્ટમાં ચાર્જફ્રેમ થશે
તથ્ય પટેલ સામે આવતીકાલે કોર્ટમાં ચાર્જફ્રેમ થશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાયદાનો ગાળિયો કસાશે. રફતારના રાક્ષસ સામે કોર્ટ કાર્યવાહી કરશે. 10થી વધુ ચાર્જફ્રેમની મુદત બાદ ચાર્જફ્રેમ થશે. આવતીકાલે ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલને રજૂ કરવામાં આવશે.
Nov 17, 2025 08:17 pm
વલ્લભ પટેલ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા નિર્દોષ
વલ્લભ પટેલ હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના હુકમને યોગ્ય ગણાવ્યો છે. 29 વર્ષે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની અપીલ નકારી છે. વર્ષ 1989માં આરોગ્ય મંત્રી વલ્લભ પટેલની થઈ હત્યા.1996માં કોર્ટે અનિરૂદ્રસિંહને નિર્દોષ છોડ્યા હતા.ચુકાદાને રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો
Nov 17, 2025 07:53 pm
સુરતમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો ખુલાસો
સુરતમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો ખુલાસો થયો છે. પનીરના લેવાયેલા સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાતમી નવેમ્બરે સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીર ઝડપ્યું હતું. હવે ડેરીના સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. સુરભી ડેરીના સંચાલકો સામે ફરિયાદ નોંધાશે.
Nov 17, 2025 07:28 pm
કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ થઈ રહ્યો છે
ગુજરાતના કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ થઈ રહ્યો છે. કુલ 3375 કરોડના ખર્ચે 194 કિ.મી.ની ચાર નવી રેલવે લાઇનને કેન્દ્ર સરકાર મંજૂરી આપી છે..જેનાથી ઔદ્યોગિક વિકાસની સાથે રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થશે
Nov 17, 2025 07:16 pm
ભાવનગરમાં રોડ રસ્તા રીપેર કરવા મંત્રીની સૂચના
રાજ્યના ઉર્જા મંત્રી અને ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા ની કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.આ સમીક્ષા બેઠકમાં ભાવનગરમાં ઘણા લાંબા સમયથી જે રોડ રસ્તાઓ તૂટી ચૂક્યા છે અને ખાડાઓથી ભરાઈ ગયા છે તેને તાકીદે રીપેરીંગ કરવા માટે અધિકારીઓને કડક આદેશ અપાયા.કૌશિક વેકરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોની અંદર તાત્કાલિકના ધોરણે ભાવનગર ના રોડ રસ્તાઓ રીપેરીંગ થશે.ભાવનગરમાં પ્રભારી મંત્રીએ નિવેદન આપતા જણાવવામાં આવ્યું કે રોડ રસ્તાનાં કામ સમયસર અને ક્વોલિટીમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં.
Nov 17, 2025 07:01 pm
નગરપાલિકાના સભ્યોએ સ્ટીંગ ઓપરેશન કર્યું
કરજણ નગર પાલિકાના પ્રમુખના પતિ સામે કટકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વેટર અને જેકેટના વેપારીઓ પાસે કટકી કર્યાનો તેમની પર આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રમુખ ઈલાબા અટાલિયાના પતિ જયકર સામે આક્ષેપ કરવામં આવ્યો છે. નગરપાલિકાના સભ્યોએ સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. દુકાનદારે 30 હજાર વહીવટ આપ્યો હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Nov 17, 2025 06:46 pm
સુરતમાં હત્યા અને લૂંટમાં 25 વર્ષે આરોપી ઝડપાયો
સુરતમાં લૂંટ અને હત્યાના કેસમાં ફરાર થયેલો આરોપી 25 વર્ષે ઝડપાયો છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બિલાસપુરથી આરોપીને પકડી લેવાયો છે. આરોપી અમરસીંગ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહા પોલીસના હાથે પકડાઈ ગયો છે. વર્ષ 2000માં તેણે હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. ફરિયાદીની પત્નીનું ગળું દબાવી હત્યા કરી લૂંટ ચલાવી હતી.
Nov 17, 2025 06:32 pm
રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં ઝડપાયેલાનું ચેકિંગ થશે
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઠમી નવેમ્બરના રોજ ત્રણ આતંકીને ATS દ્વારા ઝડપી લેવાયા હતાં. ત્યાર બાદ ફરિદાબાદમાં પણ આતંક વિરોધી પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો હતો. જેથી ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષમાં આતંકવાદી કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં જે ગુનાઓ દાખલ થયા હોય તે આરોપીઓનું વેરિફિકેશન કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.
Nov 17, 2025 06:08 pm
જામનગરમાં સંકલ્પ રેસ્ટોરન્ટના ઢોસામાં જીવાત નીકળી
જામનગરમાં સંકલ્પ રેસ્ટોરન્ટના ઢોસામાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. સંકલ્પ રેસ્ટોરન્ટના ઢોંસામાં જીવાત નીકળતા કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સંકલ્પ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું છે. 2 દિવસ સુધી રેસ્ટોરન્ટ બંધ માટે આદેશ કરાયો છે. યોગ્ય પેસ્ટ કંટ્રોલ સહિતની કામગીરી કરવા માટે આદેશ કરાયો છે.
Nov 17, 2025 06:01 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
6. Air India હવે દિલ્હી-ચીન વચ્ચે નોન સ્ટોપ ફ્લાઈટ શરૂ કરશે, મુસાફરોને થશે મોટો ફાયદો
8. Kachchh : મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાથી વધુના ચાઈનીઝ ફટાકડા કર્યા જપ્ત
9. Technology: રૂ.70,000ના બજેટમાં કયો મોબાઈલ ફોન રહેશે બેસ્ટ, OnePlus 15 કે iPhone 17?
10. Agriculture News: રાજ્ય સરકારે આજ સુધીમાં 769 કરોડથી વધુ કિંમતની 1.05 લાખ મેટ્રીક ટન મગફળી ખરીદી
Nov 17, 2025 05:42 pm
અગ્નિવીર તાલીમના કારણે સેનામાં જવાનું સ્વપ્ન રોળાયું
અગ્નિવીર તાલીમના કારણે સેનામાં જવાનું સ્વપ્ન રોળાયું છે. તાલીમ દરમ્યાન ઇજાગ્રસ્ત થતા સિદ્ધપુરના વાઘુજી ઠાકોરનું સેનામાં જવાનું સ્વપ્ન રોળાયું છે. તેમને 3% દિવ્યાંગ જાહેર કરી ASC ટ્રેનિંગ સેન્ટરમાંથી દૂર કરાયા છે. 21 વર્ષે સેનામાં જોડાવવાના તમામ દરવાજા બંધ થયા છે. ક્ષમતા અનુસાર સરકારી નોકરી આપવા કોંગ્રેસે માગ કરી છે. સાંસદ ગેનીબેન ઠાકોર રક્ષા મંત્રાલયમાં રજૂઆત કરશે
Nov 17, 2025 05:14 pm
સુરતમાં AAPમાં જોડાયા બાદ હની પટેલ વિવાદમાં
સુરતમાં આમ આદમી પાર્ટીમા જોડાયા બાદ હની પટેલ વિવાદમાં આવી છે. બિયરનો ગ્લાસ ભરતી અને સ્મોકિંગનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હની પટેલે આ વીડિયો અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ વાયરલ થયેલો વીડિયો ભૂતકાળનો છે. બિયરનો ગ્લાસ માત્ર ભર્યો છે પીતી નથી. સ્મોકિંગનો વીડિયો નિકોટીન ફ્રી છે અને તે દુબઈનો છે. આવા વીડિયો વાયરલ કરીને બદનામ કરવામાં આવતી હોવાનો તેણે આક્ષેપ કર્યો હતો.
Nov 17, 2025 04:49 pm
સહાય માટે દાખલા કઢાવવા ખેડૂતોની લાઈન
રાજ્ય સરકાર દ્વારા ૧૦ હજાર કરોડનું સહાય પેકેજની જાહેરાત કરી હતી અને આ સહાય મેળવવા માટે ખેડૂતો બે દિવસથી ઓનલાઇન અરજી કરવામાં માટે મથામણ કરી રહ્યાં છે ત્યારે અમરેલી જિલ્લા ના ખાંભા માં ૭,૧૨,૮અ નું સરવર ડાઉન હોવાથી ખેડૂતો પરેશાન બન્યા હતા અને ખાંભા મામલતદાર કચેરી ખાતે ૭,૧૨,૮અ કઢાવવા માટે ખેડૂતો ની લાંબી લાઈનો લાગી હતી.
Nov 17, 2025 04:40 pm
ઉત્તરાયણના બે મહિના પહેલાં ચાઇનીઝ દોરીનો કહેર
ઉત્તરાયણના બે મહિના પહેલા જ ચાઈનીઝ દોરીનો કહેર સામે આવ્યો છે. નડિયાદમાં ચાઈનીઝ દોરીથી યુવતીનું ગળુ કપાયું છે. વૈશાલી સિનેમા રોડ પર જતી યુવતી સાથે બનાવ સામે આવ્યો છે. યુવતીને ગળામાં ચાઈનીઝ દોરી વાગતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તાત્કાલિક સારવાર મળતાં યુવતીનો જીવ બચી ગયો છે.
Nov 17, 2025 04:19 pm
સુરતના પુણા વિસ્તારમાં લુખ્ખાઓ બેફામ
સુરતના પુણા વિસ્તારમાં સંતોષ કાલીયાની ગેંગે વેપારીને લૂંટી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ભંગારના વેપારીને માર મારીને લૂંટ ચલાવી છે. પોલીસને અપશબ્દો બોલીને પડકાર ફેંક્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
Nov 17, 2025 04:05 pm
સુરતના રાંદેરમાં યુવકની હત્યા કેસમાં 4ની ધરપકડ
સુરતના રાંદેરમાં યુવકની હત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પત્નીના ભાઈ અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધમાં ઝઘડો થયો હતો. મિત્રની પત્નીને સમજાવવા જતાં યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Nov 17, 2025 03:52 pm
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી
ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 1.05 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરી છે. રાજ્ય સરકારે 769 કરોડથી વધુ કિંમતની મગફળી ખરીદી છે.253 કેન્દ્રો પર 45,790 ખેડૂતોની મગફળી ખરીદી છે.
Nov 17, 2025 03:44 pm
ATSએ પકડેલા ત્રણ આતંકીઓને જેલ હવાલે કરાયા
ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. આરોપીને કોર્ટમા રજૂ કર્યા બાદ ATSએ રીમાન્ડની માગ કરી નહોતી. જેથી કોર્ટે તેમને જેલ હવાલે કર્યા હતાં.
Nov 17, 2025 03:33 pm
વડોદરામાં બુટલેગરો વિરુદ્ધ મહિલાઓનો મોરચો
વડોદરામાં બુટલેગરો વિરૂદ્ધ મહિલઓએ મોરચો માંડ્યો હતો. સંજયનગરની મહિલાઓએ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મહિલાઓ પોલીસ ભવન પહોંચી હતી અને વિરોધ કર્યો હતો. બુટલેગરો દારુ વેચતા હોવાના પ્લે કાર્ડ સાથે મહિલાઓએ વિરોધ કર્યો હતો. પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગ કરાઈ હતી.
Nov 17, 2025 02:57 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
5. Iran Cloud Seeding: તળાવો અને બંધ સુકાઇ જતાં અયાતુલ્લા અલી ખામેનેઇએ શરુ કર્યુ 'ઓપરેશન રેઈન'
6. World’s 20 largest economies: કઈ હશે 2026માં દુનિયાની Top 20 અર્થવ્યવસ્થા, ભારત કયા નંબર પર?
8. Saudi Arabia bus Accident: ભારતીયોના મોતથી દુઃખી, PM Modiએ વ્યક્ત કર્યુ દુઃખ
9. IPL2026 ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત,આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
10. Aravalli: રાજસ્થાનમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાના મૃતદેહો વતનમાં લવાયા, ગામમાં શોકનો માહોલ છવાયો
Nov 17, 2025 02:47 pm
બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને મોતની સજા
બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને મોતની સજા ફરમાવવામાં આવી છે. ઢાકાની આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલે આ ચુકાદો જાહેર કર્યો છે. માનવતા વિરૂદ્ધના ગુનામાં તેમને દોષિત જાહેર કરાયા છે. હસીના સામે 1400 હત્યા, અપહરણ, ત્રાસના આરોપ લગાવાયા છે. હિંસક વિરોધ પ્રદર્શન અને આગચંપી કરાવાનો આરોપ પણ છે.
Nov 17, 2025 02:21 pm
વડોદરાના સાવલીમાં પાક સહાય માટે ખેડૂતોની કતારો
વડોદરાના સાવલીમાં પાક સહાય માટે ખેડૂતોની લાઈનો લાગી છે. સર્વર ધીમું ચાલતા ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. પાક નુકસાની માટે 7/12ના ઉતારા લેવા દોડધામ શરૂ થઈ ગઈ છે. સહાય માટે જરુરી દસ્તાવેજો માટે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
Nov 17, 2025 02:06 pm
સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકથી યુવતીનું મોત
સુરતના કાપોદ્રામાં ધારૂકા કોલેજમાં 24 વર્ષિય યુવતીને સ્ટેજ પર સ્પીચ આપતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. આ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.
Nov 17, 2025 01:55 pm
નીતિન પટેલે વિપક્ષ પર ચાબખા માર્યા
કડીમાં અવસર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા SPG સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આપ આવે કે ઝાપ આવે તમે કોઈના ઝાંસામાં આવતા નહીં. પાટીદારો કોઈના ઝાંસામાં આવે નહીં. હું કોઈ રાજકીય પાર્ટીની વાત નથી કરતો. પાટીદારો ભાજપની સાથે જ રહે છે. મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત નથી આપવાના. નીતિન પટેલે વિપક્ષ પર ચાબખા મારતા અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.
Nov 17, 2025 01:41 pm
Patanના સરસ્વતી તાલુકામાં ખાતર માટે ખેડૂતોએ લગાવી લાઈન
પાટણના સરસ્વતી તાલુકામાં ખાતર માટે ખેડૂતોએ લાઈન લગાવી છે, મેલુંશણ ગામે યુરિયા ખાતર માટે ખેડૂતોએ લાઈન લગાવી છે, છેલ્લા એક અઠવાડિયાથી ખાતર માટે ખેડૂતોને હાલાકી પડી રહી છે. શિયાળુ પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની વધુ જરૂરિયાત હોય છે અને કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ 1 થેલી ખાતર મળે છે તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે, ખેડૂતોનું કહેવું છે કે, ખાતરની જરૂરિયાત વધારે છે તેની સામે ખાતર ઓછું મળે છે અને ઠંડીના સમયમાં વહેલી સવારે ખાતર લેવા માટે આવવું પડે છે.
Nov 17, 2025 01:33 pm
NDPSના 30 ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અનિલ પાંડીને ઝડપ્યો, ઓડીસાથી આરોપી અનિલ પાંડીને ઝડપી પાડ્યો, 2014માં ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે આવી હતી, દેશના અલગ-અલગ ભાગોમાં ગાંજો સપ્લાય કરતો હતો, ક્રાઇમબ્રાંચ JCP શરદ સિંઘનું સમગ્ર મામલે નિવેદન, ‘અત્યાર સુધી આરોપી સામે ગુજરાતમાં 12 ગુના નોંધાયેલા’, ‘આરોપીનો ભાઈ,પિતા પણ NDPSના ગુનાઓમાં સંડોવાયેલા’, ‘આરોપી રેલ નેટવર્ક તેમજ ટ્રક મારફતે ગાંજો સપ્લાય કરતો’, ‘આરોપી સામે ગાંજાના અનેક ક્વોલિટી કેસ કરવામાં આવ્યા’, સુરતમાં આરોપી ગાંજાના ગોડાઉન રાખતોઃ JCP, ‘પાંડેસરા, ઉધના, પલસાણા, કામરેજમાં ગોડાઉન રાખ્યા હતા’, ‘ભરૂચમાં પણ આરોપીએ ગાંજાના ગોડાઉન રાખ્યા હતા’, ‘આરોપીઓ નકસલી વિસ્તારમાં ગાંજાનું ઉત્પાદન કરાવતા હતા’, ‘શ્રમિકોને રેલવે ટિકિટ કરાવી ગાંજાનો સપ્લાય કરાવતા’
Nov 17, 2025 01:16 pm
કડીમાં પૂર્વ DyCM નીતિન પટેલના વિપક્ષ પર પ્રહાર
‘આપ આવે કે ઝાપ આવે’ કોઇના ઝાંસામાં ન આવતા, પાટીદારો કોઇના ઝાંસામાં ન આવેઃ નીતિન પટેલ, હું કોઇ રાજકીય પાર્ટીની વાત નથી કરતોઃ નીતિન પટેલ, પાટીદારો ભાજપની સાથે જ રહે છેઃ નીતિન પટેલ, SPG સ્નેહમિલન કાર્યક્રમમાં નીતિન પટેલે કર્યા પ્રહાર.
Nov 17, 2025 01:09 pm
પાટણના સરસ્વતીમાં ખાતર માટે લાંબી કતારો
મેલુંશણ ગામે યુરિયા ખાતર માટે ખેડૂતોની કતારો, છેલ્લા એક અઠવાડિયાથી ખાતર માટે ખેડૂતોને હાલાકી, શિયાળુ પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરુરિયાત, કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ 1 થેલી ખાતર મળે છે.
Nov 17, 2025 01:00 pm
સુરતમાં વિદ્યાર્થીનું LC ન આપતા શાળામાં હોબાળો
સનરાઇઝ વિદ્યાલયમાં પિતાએ હોબાળો કર્યો, LC ન આપતા પિતાએ કોમ્પ્યૂટર તોડી નાખ્યું, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, વિદ્યાર્થીના પિતા વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી.
Nov 17, 2025 12:38 pm
રાજસ્થાનમાં અકસ્માતમાં 6 ગુજરાતીઓના મોત
ધનસુરાના રૂઘનાથપુરાના 4 મૃતદેહો વતનમાં લવાયા, માતા-પુત્રી અને પિતરાઇ બે બહેનોના થયા હતા મોત, મોતને પગલે રુઘનાથપુરામાં શોકનો માહોલ, રણુજા બાધા કરવા જતા અકસ્માતની ઘટના બની હતી.
Nov 17, 2025 12:32 pm
વધુ એક વાવાઝોડાની અંબાલાલ પટેલની આગાહી
બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકેઃ અંબાલાલ, ઉપસાગરમાં આજથી હલચલ જોવા મળશેઃ અંબાલાલ, ‘બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે’, ‘19 નવેમ્બર બાદ અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે’, ગુજરાતમાં વાદળો આવતા તાપમાન વધી શકેઃ અંબાલાલ, ચક્રવાત ભીષણ બનવાની શક્યતાઃ અંબાલાલ, નવેમ્બરના અંતમાં માવઠું થવાની શક્યતાઃ અંબાલાલ, ડિસેમ્બરની શરૂઆતમાં માવઠું થઈ શકેઃ અંબાલાલ.
Nov 17, 2025 11:54 am
રાત્રીના સમયે કેમિકલ માફીયાઓ પાણી છોડી જાય છે !
રાત્રીના સમયે ઉમરેઠ તરફથી આવેલા કેમિકલ ભરેલા વાહનો અહીં કેમિકલ ઠાલવીને જતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે, ગ્રામજનોનું કહેવું છે કે, જીપીસીબી અને પાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છત્તા નિરાકરણ આવતું નથી, સ્થાનિકોનું કહેવું છે કે, લાલ રંગનું પાણી વહી રહ્યું છે અને ઘણીવાર આ પાણી ખેતરોમાં પણ ઘૂસી જાય છે જેના કારણે પાક નિષ્ફળ થવાની પણ શકયતાઓ રહેલી છે. શેઢી નદીનું પાણી પ્રદૂષિત થવાની ઘટનામાં હવે નદીમાંથી પાણીના નમૂના લઇને ચકાસણી કરવામાં આવે લેબોરેટરીમાં તો સત્યતા સામે આવી શકે છે.
Nov 17, 2025 11:54 am
ડાકોર નજીક વિઝોલ ગામની શેઢી નદીમાં કેમિકલ યુક્ત પાણી નખાયું
ડાકોર નજીકથી પસાર થતી શેઢી નદીમાં કેમિકલયુકત પાણી નખાયું હોવાની વાત સામે આવી છે, કેમિકલયુક્ત પાણીના કારણે ફીણના ગોટે ગોટા વળ્યાં છે અને આ ફીણના ગોટા હવામાં ઉડી જાય તેવી સ્થિતિ છે જો આ ગોટા હવામાં ઉડે તો આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે અને શેઢી નદીના પાણી દ્વારા આ ગામ વિસ્તારમાં ખેડૂતો ખેતી કરી રહ્યાં છે.
Nov 17, 2025 11:53 am
ખેડામાં શેઢી નદીમાં પાણીનો કલર બદલાઈ ગયો, કેમિકલયુકત પાણીથી નદીમાં ફીણના ગોટે ગોટા વળ્યા
ખેડામાં શેઢી નદીમાં કેમિકલયુક્ત પાણી નખાયું હોવાની વાત સામે આવી છે, કેમિકલયુક્ત પાણીથી નદીમાં ફીણના ગોટે ગોટા વળ્યા છે અને ઉમરેઠથી આવતા વાહનોમાંથી કેમિકલ ઠલવાતો હોવાનો આક્ષેપ ગ્રામજનોનો છે. ખેડાની શેઢી નદીના પાણીથી ગ્રામ્ય વિસ્તારમાં ખેતી થાય છે અને કેમિકલયુક્ત પાણીથી વિસ્તારના પશુ ધનને મોટો ખતરો ઉભો થયો છે, ગ્રામજનોની અનેકવાર રજૂઆત છતાં તંત્ર કાર્યવાહી કરતું નથી તેવી વાત સામે આવી છે, તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Nov 17, 2025 11:49 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર+
04 - Surat News : પોતાની જાતને સુરતનો "રાજા" સમજનાર સમીર શાહની ડ્રિંક એન્ડ ડ્રાઈવ ગુનામાં કરાઈ ધરપકડ
07 - Saudi Arabia bus Accident: સાઉદી અરબમાં વધી રહ્યા છે ભારતીયો, જાણો કેટલી છે ભારતીયની વસતી
08 - Petrol Diesel Price Today: સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ
09 - Pakistan: બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને બોમ્બથી ઉડાવવાનો પ્રયાસ, રોકેટથી પણ કરાયો હુમલો
10 - Saudi Arabia Bus Accident:સાઉદી અરબમાં બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 42 ભારતીયોના મોતની આશંકા
Nov 17, 2025 11:42 am
ભાવનગરમાં દટાયેલી હાલતમાં મળેલા મૃતદેહનો કેસ
ફોરેસ્ટ અધિકારી પતિએ જ હત્યા કર્યાનું સામે આવ્યું, ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ હત્યા કરી હતી, પત્ની અને બાળકોની હત્યા કરી મૃતદેહ દાટી દીધા હતા, પથ્થર સાથે બાંધીને મૃતદેહ ક્વૉટરની પાછળ દાટ્યા હતા, ભાવનગર પોલીસે આરોપી પતિની અટકાયત કરી, પોલીસ પૂછપરછમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું, ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા સામે ગુનો દાખલ, હત્યા કર્યા બાદ ગુમ થયાની પોલીસમાં જાણ કરી હતી.
Nov 17, 2025 11:34 am
સુરતના રાંદેરમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
મિત્રની પત્નીને સમજાવવા જતા યુવકની હત્યા, પતિ અને પત્ની વચ્ચે ચાલતો હતો ઝગડો, સમજાવવા જતા પત્ની અને તેના ભાઇઓનો હુમલો, હુમલામાં પતિના મિત્રની ચપ્પુના ઘા મારી હત્યા, પતિને પણ ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા, પોલીસે હત્યાને લઇ વધુ તપાસ હાથ ધરી.
Nov 17, 2025 11:33 am
વડોદરાના કરજણમાં સહાય માટે ખેડૂતોની કતારો
કમોસમી વરસાદથી નુકસાનની સહાય માટે કતારો, સર્વર ડાઉન થતા ખેડૂતો સહિત VC પણ હેરાન પરેશાન, પંચાયત બહાર સહાય ફોર્મ માટે ખેડૂતોનો ઘસારો, જનસેવા કેન્દ્રો અને પંચાયત બહાર ખેડૂતોની લાંબી કતાર.
Nov 17, 2025 11:04 am
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ પૂરજોશમાં
વર્ષ 2026માં શહેરીજનોને મળશે નવા રિવરફ્રન્ટની ભેટ, આગામી 3 મહિનામાં જ કામગીરી પૂર્ણ થવાના આરે, રિવરફ્રન્ટ બનતા અમદાવાદથી ગાંધીનગરનું અંતર ઘટશે, રિવરફ્રન્ટ ફેઝ-2 શરૂ થતા માત્ર 25 મિનિટમાં પહોંચાશે, શાહીબાગ દફનાળાથી ગિફ્ટસિટી સુધી આવરી લેવાયો, ફેઝ 2માં કેફે એરિયા, વોકિંગ એરિયા પણ તૈયાર કરાયો.
Nov 17, 2025 10:57 am
થરાદ વિસ્તારમાં અપૂરતું ખાતર મળી રહ્યું છે તેવો ખેડૂતોનો આક્ષેપ
ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, શિયાળુ સિઝનના પાક માટે ખાતરની જરુર છે પણ થરાદ વિસ્તારમાં અપૂરતું ખાતર છે. વહેલી સવારથી મહિલાઓ સહિત ખેડૂતો ખાતર લેવા માટે થરાદ સંઘમાં લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોની ખાતર માટે લાઇન જોવા મળી રહી છે. ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઉભેલા જોવા મળ્યા છે છતાં પુરતું ખાતર ના મળતું હોવાનો આરોપ લગાવાયો છે.
Nov 17, 2025 10:57 am
ખેડૂતો વહેલી સવારથી બાઇક અને ટ્રેક્ટર જેવા વાહનો સાથે પહોંચ્યો એગ્રો સેન્ટરો પર
ગઇકાલે ભાભર ખાતે યોજાયેલા આત્મ નિર્ભર ભારત સંકલ્પ કાર્યક્રમમાં પણ ભાજપ આગેવાન ભુરાજી ઠાકોરે ખેડૂતો પુરતું ખાતર મળે તેવી માગ કરી હતી, ભાભરમાં સફેદ ખાતરનો કાળો કારોબાર હજુ પણ યથાવત હોવાનું ખેડૂતો ચર્ચી રહ્યાં છે, ભાભરના કેટલાક ગોડાઉનોમા ખાતરનો જથ્થો હોવા છતાં કૃત્રિમ અછત ઊભી કરીને ખેડૂતોને લૂંટવાનો પેંતરો કરાઈ રહ્યો છે તેવો આક્ષેપ છે, ભાભર વિસ્તારમાં ખાતરની તપાસ કરી જથ્થો પુરો પાડવા ખેડૂતોની માગ છે.
Nov 17, 2025 10:53 am
ભાભરમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની લાઈન લાગી
શિયાળુ રવિ સીઝનમાં પાક માટે યુરિયા ખાતરની ખેડૂતોને ખાસ જરૂર હોય છે અને ભાભરમાં ખેડૂતો ખેતીકામ છોડી વહેલી સવારથી લાઈનમાં ઉભા છે તેમ છત્તા ખાતર મળતું નથી તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે, થોડા સમય પહેલા ભાભરમાં સફેદ ખાતરનો કાળો કારોબાર પોલીસે ઝડપ્યો હતો અને ભાભરમાં યુરિયા ખાતરનો જથ્થો આવતો હોવા છતાં ખેડૂતોને પુરતું ખાતર મળતું નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
Nov 17, 2025 10:53 am
બનાસકાંઠાના ભાભરમાં ખાતર માટે ખેડૂતોએ લગાવી લાઈન, આક્ષેપ સાથે કહ્યું, શિયાળું પાક માટે નથી મળી રહ્યું ખાતર
બનાસકાંઠાના ભાભરમાં ખેડૂતોએ વહેલી સવારથી ખાતર માટે લાઈન લગાવી ઉભા છે, ખેડૂતોનો આક્ષેપ છે કે, સમય પ્રમાણે ખાતર મળતું નથી અને લાઈનમાં ઉભા રહેવું પડે છે. બનાસકાંઠાના ભાભરમાં ખાતર માટે લાઈનો લાગી છે અને વહેલી સવારથી ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભા છે, એગ્રો સેન્ટર ખાતે ખાતર માટે ખેડૂતો લાઈન લગાવીને બેઠા છે, શિયાળુ પાક માટે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે અને ભાભરમાં ખાતરનો જથ્થો પૂરો પાડવા ખેડૂતોની માગ છે.
Nov 17, 2025 10:37 am
અમદાવાદના આંબલી ગામથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચનો કરાવ્યો પ્રારંભ, 3.5 કિમી ફરશે પદયાત્રા
અમદાવાદના આંબલીમાં યુનિટી માર્ચની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ કરવામાં આવી છે, બોપલ અને આંબલી વિસ્તારમાં આ પદયાત્રા ફરશે. સરદાર પટેલની જન્મજ્યંતી નિમિત્તે યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી છે, જેમાં CMએ આંબલીથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું છે, ઘાટલોડિયા વિધાનસભામાં યુનિટી માર્ચની પરિક્રિમા રહેશે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યાં હતા, અમદાવાદના મેયર અને ભાજપના નેતાઓ આ યુનિટી માર્ચમાં હાજર રહ્યાં હતા.
Nov 17, 2025 10:34 am
સાઉદી અરેબિયા મધ્યપૂર્વમાં સ્થિત એક મુસ્લિમ દેશ છે
આ એક ઇસ્લામી રાજતંત્ર છે જેની સ્થાપના 1750ની આસપાસ સઉદ દ્વારા થઈ હતી, મક્કા એ સાઉદી અરેબિયાનું એક શહેર છે અને ઇસ્લામમાં સૌથી પવિત્ર સ્થળનું સ્થળ છે, જ્યાં તમામ શ્રદ્ધાળુ અને સક્ષમ મુસ્લિમોએ તેમના જીવનકાળમાં ઓછામાં ઓછા એક વખત તીર્થયાત્રા (હજ) પર જતા હોય છે.
Nov 17, 2025 10:22 am
સાઉદી અરબમાં મોટી દુર્ઘટના
બસ અને ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર, દુર્ઘટનામાં 42 ભારતીયોના મોતની આશંકા, મક્કાથી મદીના જઇ રહી હતી બસ.
Nov 17, 2025 10:19 am
રાજકોટમાં ખાડારાજને લઇ RMC એક્શનમાં
રોડ-રસ્તાનું રીપેરિંગ કામ ઝડપી કરવા આદેશ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું નિવેદન, ‘રોડ-રસ્તાઓ માટે 342 કરોડના નવા વર્ક ઓર્ડર અપાયા’, ‘232 કિલોમીટરના નવા રોડ બનાવવામાં આવશે’, ‘5 ફિલ્ડ એન્જિનિયરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ’, ‘ગેરંટીવાળા રોડ તૂટ્યા હશે તો કોન્ટ્રાક્ટરે પૂર્ણ કરવા પડશે’.
Nov 17, 2025 09:57 am
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 8 નવેમ્બર 2025ના રોજ કર્યો હતો મોટા સાયબર ક્રાઇમ નેટવર્કનો કર્યો પર્દાફાશ
એક મોટી સફળતામાં, ગુજરાત સાયબર ક્રાઇમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલા સહિત અનેક જિલ્લાઓમાં કાર્યરત એક મોટા "મ્યુલ એકાઉન્ટ" નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જે પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધો ધરાવતો હતો. સાત સ્તરે અગાઉ પણ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે નાણાંના વ્યવહારોને નજીકથી શોધી કાઢ્યા હતા, ગુજરાત સાયબર ટીમે શરૂઆતના ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટોકરન્સી (USDT) વ્યવહારો સુધીના સાત સ્તરે નાણાંના વ્યવહારોને નજીકથી શોધી કાઢ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ₹10 કરોડ પાકિસ્તાની Binance USDT એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેને ભારતીય ખાતાઓમાંથી કુલ ₹25 કરોડથી વધુ પ્રાપ્ત થયા હતા. આ નેટવર્ક ગેંગ માટે ભંડોળના મુખ્ય સ્ત્રોતોમાંનું એક છે.
Nov 17, 2025 09:57 am
આરોપીને 126 થી વધુ સબ એજન્ટો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો
તપાસમાં મુખ્ય આરોપી દ્વારા ચલાવવામાં આવતા એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર-ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેને 126 થી વધુ સબ એજન્ટો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. તેણે 30+ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો અને સાયબર-ફ્રોડ કેમ્પોને માનવશક્તિ સપ્લાય કરતી 100 થી વધુ ચીની અને વિદેશી કંપની HR નેટવર્ક સાથે સીધા જોડાણો રાખ્યા હતા.
Nov 17, 2025 09:57 am
થાઇલેન્ડ અને દુબઇમાં સાયબર ગુલામીમાં ધકેલીને તેમની તસ્કરી કરવા માટે જવાબદાર હતો આરોપી
ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મ્યાનમારના કેકે પાર્કમાં માફિયાઓ દ્વારા સંચાલિત કૌભાંડ કેન્દ્રો પાછળના મુખ્ય આરોપીની ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે. આ મુખ્ય આરોપી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરીયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયાના 500 થી વધુ નાગરિકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ અને દુબઇમાં સાયબર ગુલામીમાં ધકેલીને તેમની તસ્કરી કરવા માટે જવાબદાર હતો.
Nov 17, 2025 09:56 am
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મળી મહત્વની સફળતા
મ્યાનમારમાં માફીયાઓ દ્વારા સંચાલિત કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજેરીયા, ઈજિપ્ત, કેમરોન દેશોના 500થી વધુ નાગરિકોને સાયબર ગુલામીમાં નાખ્યા હતા અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, સાયબર ફ્રોડના એકમોને માણસો પહોંચાડવાનું કામ કરતી 100થી વધુ કંપનીઓના એચઆર નેટવર્ક સાથે પણ સંપર્કમાં હતો આરોપી.
Nov 17, 2025 09:56 am
Gujarat Cybar Police News : સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા, મ્યાનમારમાં માફીયાઓના કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી છે જેમાં મ્યાનમારમાં માફીયાઓના કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, અલગ-અલગ દેશોના નાગરિકોને સાયબર ગુલામીમાં નાખ્યા હતા અને 500થી વધુ નાગરિકોને સાયબર ગુલામીમાં નાખ્યા હોવાની વાત સામે આવી છે, ઝડપાયેલ આરોપી 30થી વધુ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો અને 100થી વધુ કંપનીઓના HR નેટવર્ક સાથે સંપર્કમાં હતો.
Nov 17, 2025 09:32 am
આણંદના ચિખોદરા ગામમાં મહિલા સહિત ત્રણ પર ઘાતક હુમલો
મહિલા મોપેડ લઈને ઘરે જઈ રહી હતી તે દરમિયાન આરોપીએ તેની પાછળ રીક્ષા ચલાવીને તેના ઘર સુધી પહોંચ્યો હતો અને છરીથી હુમલો કર્યો હતો જેમાં મહિલાને મોઢાના ભાગે અને હાથના ભાગે ઈજા પહોંચી છે, તો મહિલાના પરિજનો છોડાવા જતા તેમની પર પણ હુમલો કરવામાં આવ્યો છે, પોલીસની પકડમાં આરોપી હજી આવ્યો નથી, ત્યારે મહિલાનું કહેવું છે કે, આ શખ્સે તેને અગાઉ પણ પ્રેમ સંબધ રાખવા માટે બળજબરી કરી હતી.
Nov 17, 2025 09:32 am
એક તરફી પ્રેમમાં પાગલ યુવકનો મહિલા પર હુમલો
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા પર હુમલો કર્યો છે અને અગાઉ એસિડ એટેકની પણ યુવકે ધમકી આપી હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્તોએ કર્યો છે, હુમલાની ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ છે, મોડી રાત્રે ઘરે આવીને હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે, તો રિક્ષા ભાડે કરવાનું બંધ કરી દેવાની બાબતે પણ હુમલો થયો છે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા પરણિત છે અને યુવક તેની સાથે લગ્ન કરવા માગતો હતો અને તેને લઈ વિવાદ ચાલતો હતો.
Nov 17, 2025 09:32 am
આણંદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને 3 લોકો પર કર્યો હુમલો, મહિલાને મોઢાના ભાગે ચપ્પાના ઘા માર્યા
આણંદના ચિખોદરામાં 3 લોકો પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં સીસીટીવી વાયરલ થયા છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. આણંદના ચિખોદરામાં ત્રણ લોકો પર હુમલો થયો છે, અગાઉની અદાવતમાં મહિલા સહિત ત્રણ લોકો પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, મહિલા પર ચપ્પુથી હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી છે, રિક્ષા ચાલક સાગર મેકવાને હુમલો કર્યો છે, અને પોલીસે સમગ્ર કેસની તપાસ કરી ફરિયાદ નોંધી છે.
Nov 17, 2025 09:21 am
રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી કર્યો હતો આપઘાત
રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો છે જેમાં પતિએ પત્નીને ગોળી મારી અને ત્યારબાદ તેણે પણ આપઘાત કરી લીધો છે, પતિનું ઘટના સ્થળે મોત નિપજયું છે, ફલેટના પરિસરમાંથી પોલીસને એક ફૂટેલી કારતૂસ મળી આવી છે, હત્યા કેમ કરી તેનું કારણ અકબંધ છે, તો પોલીસે હાલ પરિજનોની પૂછપરછ શરૂ કરી છે, ફાયરિંગ કરતા આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા, ઈજાગ્રસ્ત પત્નીનું પોલીસે નિવેદન લીધુ છે.
Nov 17, 2025 09:21 am
પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યાની વિગતો સામે આવી હતી
રાજકોટના જામનગર રોડ ઉપર પતિ પત્ની વચ્ચે ખેલાયો ખૂની ખેલ, પતિથી અલગ બહેનપણીના ઘરે રહેતી પત્ની ઉપર પતિએ ફાયરિંગ કરી જાતે આપઘાત કર્યો હતો જેમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યાની વિગતો સામે આવી હતો, અતિ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તૃષા ઉર્ફે ચકુને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ઘટના સ્થળે મિસ ફાયર અને ફાયરીંગ થયેલા ત્રણ બુલેટ જોવા મળ્યા હતા.
Nov 17, 2025 09:21 am
રાજકોટમાં પતિએ કરેલા ફાયરિંગમાં પત્નીનું મોત
ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્ની તૃષાનું સારવાર દરમ્યાન મોત થયું છે અને જામનગર રોડ સ્થિત નાગેશ્વરમાં બની હતી ઘટના, પતિ લાલજી પઢિયારે અનૈતિક સંબંધમાં ગોળી મારી હતી અને અગાઉ પતિએ આપઘાત કરતા ઘટનાસ્થળે મોત થયું હતું, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસને ઘટનાસ્થળેથી 5 કારતૂસ સાથે સાથે એક પિસ્તોલ પણ મળી આવી હતી.
Nov 17, 2025 09:20 am
રાજકોટમાં પતિએ કરેલા ફાયરિંગમાં પત્નીનું સારવાર દરમિયાન મોત, પતિએ પણ લમણે ગોળી મારી કર્યો હતો આપઘાત
રાજકોટમાં બે દિવસ અગાઉ પતિએ પત્ની પર ફાયરિંગ કર્યુ હતુ જેમાં પત્નીને સારવાર માટે ખસેડાઈ હતી, આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં 15 નવેમ્બરના રોજ જામનગર રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં પતિએ પત્નીને ગોળી મારી હતી અને પતિએ પણ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો, ગંભીર રીતે ઘાયલ પત્ની તૃષાનું સારવાર દરમ્યાન મોત થયું છે, જામનગર રોડ સ્થિત નાગેશ્વરમાં બની હતી ઘટના.
Nov 17, 2025 09:05 am
ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા
ધાર્મિક દબાણો પર બુલડોઝર ફરી વળ્યું, ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરાયા.
Nov 17, 2025 08:55 am
વજ કાર લઈ રેસ્ટોરન્ટની બહાર હોવાની માહિતી મળતા અલથાણ પોલીસે દરોડા પાડયા હતા
વેસુની રેસ્ટોરન્ટમાં વિવાદિત સમીર શાહની બર્થ ડે પાર્ટીમાં દારૂ પીરસાતો હોવાની વાતથી ધાંધલ-ધમાલ મચ્યા બાદ સમીરના પુત્ર જૈનમે પીએસઆઈ પર સરાજાહેર હુમલો કરવાની ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. માફીનામું લખી છોડી દેવાયેલા જૈનમ સામે અલથાણ પોલીસે ભારે વાદવિવાદ થતા મોડે-મોડે અટકાયતી પગલાં ભરી સંતોષ માન્યો હતો. ગામ આખામાં લાઇવ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસે રેસ્ટોરન્ટના ડીવીઆરના ડેટા મેળવશે. વેસુમાં જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસે કે.એસ.અંતરવન રેસ્ટોરન્ટમાં નામચીન સમીર શાહની બર્થ ડે પાર્ટી હતી. આ પાર્ટી માટે સમીર મિત્ર વજ શાહ પાસે બિયરના ટીન મંગાવ્યા હોવાની અને વજ કાર લઈ રેસ્ટોરન્ટની બહાર હોવાની માહિતી મળતા અલથાણ પોલીસે દરોડા પાડયા હતા.
Nov 17, 2025 08:55 am
દારુ મહેફિલમાં પુત્રએ પોલીસ સાથે બબાલ કરી હતી
સુરતમાં અલથાણ પોલીસે ફરી જૈનમ સમીર શાહ વિરુદ્ધ અટકાયતી પગલા લીધા છે અને જૈનમે અલથાણ પોલીસના PSI સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી, તે સાથે ઉપસ્થિત મીડિયા કર્મીનો ફોન આંચકી ફેકી દીધો હતો અને અગાઉ અલથાણ પોલીસે જૈનમને માફી પત્ર લખાવી જવા દેવતા ભારે વિવાદ સર્જાયો હતો, ઉલ્લેખનીય છેકે, પોલીસે પ્રેસનોટમાં હજી સુધી કેટલાક હજાર કે લાખનો દારૂ કે બિયર પકડાઈ તેનો ઉલ્લેખ કર્યો જ નથી.
Nov 17, 2025 08:55 am
સમીર શાહની ડ્રિંક એન્ડ ડ્રાઈવ ગુનામાં કરાઈ ધરપકડ
સુરતમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં સમીર શાહની ધરપકડ કરવામાં આવી છે, ઉદ્યોગપતિ સમીર શાહની અલથાણા પોલીસે કરી ધરપકડ અને દારુ પીને ભાડાની કારમાં ગયા હોવાનું સમીર શાહનું જૂઠાણું સામે આવ્યું છે. સુરતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં અલથાણ પોલીસ સ્ટેશનમાં બબાલ થઈ હતી જેમાં સમીરના પુત્ર જૈનમે પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી અને તેને લઈ પોલીસે જૈનમની પણ ધરપકડ કરી હતી, હાલમાં અલથાણ પોલીસે સીસીટીવી કેમેરા અને તેની પત્ની સહિત 5 જણાના નિવેદનો લઈને સમીર મહેન્દ્ર શાહ (49) (રહે,એલીજીયમ એવન્યુ, પિપલોદ)ની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવની એમવી એક્ટની કલમ 185નો ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી કરી છે.
Nov 17, 2025 08:38 am
બિહારમાં 20 નવેમ્બરે નવી સરકારનો શપથગ્રહણ
PM મોદી શપથગ્રહણ કાર્યક્રમમાં સામેલ થશે, પટનાના ગાંધી મેદાનમાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે.
Nov 17, 2025 08:29 am
હોટેલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને ઝડપ્યાં : DCP
સુનિલ મહિડા કારમાં લાલ-ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે હોટેલ ખાતે પહોંચતા પોલીસે શંકા ગઈ હતી અને કંપની ડાયરેક્ટરે વાતચીતની ઓડિયો ક્લિપ એકઠી કરી પોલીસને ફરીયાદ કરી હતી, આરોપીઓ ખોટા દાવાથી પોતાને એનજીટી અધિકારીના પ્રભાવશાળી વ્યક્તિ દર્શાવતા હતા આ ઘટના 22 ઓકટોબરે બની હતી, જેમાં સુનિલ મહિડા કંપની ખાતે વાતચીત કરવા આવતા CCTVમાં કેદ થયા હતા, સયાજીગંજ પોલીસે વધુ બે બાઉન્સરોની પણ શોધખોળ શરૂ કરી છે, પોલીસે આરોપીઓના રાજકીય કનેક્શન અને અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ તેજ કરી કરી છે.
Nov 17, 2025 08:29 am
સાવલીના ટૂંડાવ ખાતે ખંડણી માંગવાનો બન્યો હતો બનાવ
ઇન્ડો એમાઈન્સના ડાયરેક્ટર પાસે એનજીટી અધિકારીનો રોફ મારી 15 કરોડની ખંડણી માગવામાં આવી છે, ખંડણી માગવાના સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ આવી હતી એક્શનમાં અને ખંડણી માગનાર બંને ભેજાબાજની પોલીસે કરી ધરપકડ, સયાજીગંજ પોલીસે સુનિલ મહિડા અને જીતસિંહ રાણાની ખાનગી હોટેલ પરથી કરી ધરપકડ, પ્રદૂષણના ખોટા આક્ષેપ લગાવી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હતી.
Nov 17, 2025 08:29 am
વડોદરામાં NGT અધિકારીનો રોફ મારી ખંડણી માગનર 2 આરોપી ઝડપાયા, પ્રદૂષણના ખોટા આક્ષેપ કરી માગતા હતા રૂપિયા
વડોદરામાં 15 કરોડની ખંડણી માગનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે, ટુંડાવની ઈન્ડો એમાઇન્સના ડાયરેક્ટરને NGTના અધિકારીનાં નામે ધમકી આપી હતી. વડોદરામાં 15 કરોડની ખંડણી માગનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, NGT અધિકારીનો રોફ મારી 15 કરોડની ખંડણી માગી હતી, અને પ્રદૂષણના ખોટા આક્ષેપ કરી ધમકી આપી ખંડણી માગી હતી, આરોપીઓ પોતાને NGT અધિકારી તરીકે ઓળખ આપતા હતા અને આરોપી બાઉન્સર સાથે હોટલ પહોંચતા પોલીસે ઝડપ્યા છે. પોલીસે સુનિલ મહિડા અને જીતસિંહ રાણાની ધરપકડ કરી કરી છે.
Nov 17, 2025 08:17 am
ભાવનગર શહેરના ચિત્રા રાજનગરમાં મારામારી
સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે મારામારી, બે જૂથ વચ્ચે મારામારીમાં ત્રણથી વધુ લોકો ઘાયલ, ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા, મારામારીની ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો, બોરતળાવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
Nov 17, 2025 07:50 am
ઋષિ ભારતી બાપુના નિવેદન પર હિરા સોલંકીની પ્રતિક્રિયા
અલ્પેશ ઠાકોરને DYCM બનાવવા પર નિવેદન આપ્યું હતું, ‘ગુજરાતમાં મોટી સંખ્યામાં ઠાકોર-કોળી સમાજ વસે છે’, સમયે સમયે પાર્ટીએ સમાજને પદ આપ્યું છેઃ હિરા સોલંકી, સમાજ સાથે કોઇ અન્યાય થયો નથીઃ હિરા સોલંકી, ઋષિ ભારતી બાપુ સાથે હું સહમત છું: હિરા સોલંકી, ‘ક્યાંક એવું લાગ્યું હોય તો તે તેમની વિચારધારા છે’.
Nov 17, 2025 07:21 am
પુણેમાં PMPMLબસમાં લાગી આગ
પુણેથી ડાંગે ચોક જતી બસમાં આગ, કાલેવાડી ફાટા પાસે બની આગ ઘટના, આગ લાગતા અફરાતફરીનો માહોલ, ફાયર વિભાગે આગને કાબુમાં લીધી, આગની ઘટનામાં કોઇ જાનહાનિ નહી.
Nov 17, 2025 07:21 am
જામ કલ્યાણપુરમાં ખેતરમાં પડેલી મગફળીમાં આગ
25 વીઘામાં પડેલી મગફળીના ઢગલામાં આગ લાગી, અચાનક મગફળીના ઢગલામાં આગ લાગતા દોડધામ, ખેડૂતો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ, મગફળીના ઢગલામાં આગ લાગવાનું કારણ અકબંધ.
Nov 17, 2025 07:20 am
રાજકોટમાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ
કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ, એક યુવક ઉપર 4-5 લોકો ધોકા, બેટથી તૂટી પડ્યા, માર મારનાર ખનીજ માફિયા હોવાની સ્થાનિકોમાં ચર્ચા, આધારે વીડિયો વાયરલના પોલીસે તપાસ હાથ ધરી.
Nov 17, 2025 07:20 am
નીતિશ કુમાર આજે CM પદેથી આપશે રાજીનામું
બિહારમાં થશે નવી સરકારની રચના, શપથવિધિની ગાંધી મેદાનમાં તૈયારીઓ, 19 અથવા 20 નવેમ્બરે થઇ શકે છે શપથવિધિ, PM મોદી પણ શપથવિધિમાં આપશે હાજરી.
Nov 17, 2025 07:19 am
શેખ હસીના વિરુદ્ધ આજે સજાની થશે જાહેરાત
સુનાવણીને લઇ બાંગ્લાદેશમાં હાઇએલર્ટ જાહેર કરાયું, હસીના સામે 1400 હત્યા,અપહરણ,ત્રાસના આક્ષેપ, હિંસક વિરોધ પ્રદર્શન અને આગચંપી કરાવાનો આક્ષેપ, માનવતા વિરુદ્ધના ગુનાના કેસમાં આજે કોર્ટમાં સુનાવણી, ઢાકાની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ કોર્ટમાં થશે સુનાવણી, સરકારી વકીલે હસીના સામે લગાવ્યા છે 5 ગંભીર આરોપ, હસીનાને મૃત્યુદંડની સરકારી વકીલ દ્વારા કરાઇ છે માગ.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો