રાજકોટમાં 15 નવેમ્બરના રોજ જામનગર રોડ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં પતિએ પત્નીને ગોળી મારી હતી અને પતિએ પણ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો, ગંભીર રીતે ઘાયલ પત્ની તૃષાનું સારવાર દરમ્યાન મોત થયું છે, જામનગર રોડ સ્થિત નાગેશ્વરમાં બની હતી ઘટના.
રાજકોટમાં પતિએ કરેલા ફાયરિંગમાં પત્નીનું મોત
ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્ની તૃષાનું સારવાર દરમ્યાન મોત થયું છે અને જામનગર રોડ સ્થિત નાગેશ્વરમાં બની હતી ઘટના, પતિ લાલજી પઢિયારે અનૈતિક સંબંધમાં ગોળી મારી હતી અને અગાઉ પતિએ આપઘાત કરતા ઘટનાસ્થળે મોત થયું હતું, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસને ઘટનાસ્થળેથી 5 કારતૂસ સાથે સાથે એક પિસ્તોલ પણ મળી આવી હતી.
પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યાની વિગતો સામે આવી હતી
રાજકોટના જામનગર રોડ ઉપર પતિ પત્ની વચ્ચે ખેલાયો ખૂની ખેલ, પતિથી અલગ બહેનપણીના ઘરે રહેતી પત્ની ઉપર પતિએ ફાયરિંગ કરી જાતે આપઘાત કર્યો હતો જેમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યાની વિગતો સામે આવી હતો, અતિ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તૃષા ઉર્ફે ચકુને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ઘટના સ્થળે મિસ ફાયર અને ફાયરીંગ થયેલા ત્રણ બુલેટ જોવા મળ્યા હતા.
રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી કર્યો હતો આપઘાત
રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો છે જેમાં પતિએ પત્નીને ગોળી મારી અને ત્યારબાદ તેણે પણ આપઘાત કરી લીધો છે, પતિનું ઘટના સ્થળે મોત નિપજયું છે, ફલેટના પરિસરમાંથી પોલીસને એક ફૂટેલી કારતૂસ મળી આવી છે, હત્યા કેમ કરી તેનું કારણ અકબંધ છે, તો પોલીસે હાલ પરિજનોની પૂછપરછ શરૂ કરી છે, ફાયરિંગ કરતા આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા, ઈજાગ્રસ્ત પત્નીનું પોલીસે નિવેદન લીધુ છે.