ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકથી એક યુવતીનું મોત નિપજ્યું છે. કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી વખતે 24 વર્ષિય યુવતીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.


ધારુકા કોલેજમાં 24 વર્ષની યુવતીનું કાર્યક્રમ દરમિયાન મોત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્થિત ધારૂકા કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જીલ ઠક્કર નામની 24 વર્ષિય યુવતી સ્પીચ આપી રહી હતી. આ દરમિયાન અચાનક તે નીચે પટકાઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

યુવતીને સ્પીચ આપતી વખતે જ હાર્ટ એટેક આવ્યો

કોલેજમાં કાર્યક્રમ દરમિયાન આ યુવતીને સ્પીચ આપતી વખતે જ હાર્ટ એટેક આવ્યો હતો. ચાલુ કાર્યક્રમમાં હાર્ટ એટેક આવતા ત્યાં હાજર લોકોમાં પણ ચિંતાનો માહોલ જાવો મળ્યો હતો. આ યુવતી પડી જતાં જ લોકો તેની પાસે દોડી આવ્યા હતાં. આ દરમિયાન તે બેભાન હાલતમાં હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબિબ દ્વારા તેને મૃત જાહેર કરાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 

  • Follow us on: