ગુજરાત ATS દ્વારા તાજેતરમાં શેરથા પાસેથી ત્રણ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આ ત્રણેય આતંકીઓની પુછપરછમાં અનેક ખુલાસા થયા હતાં. ત્યાર બાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો અને તેમાં પણ આ ત્રણ આતંકીઓનું કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. હવે ATS દ્વારા આ ત્રણેય આતંકીઓને કોર્ટમાં રજૂ કર્યા હતાં. અગાઉ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતાં. પરંતુ હવે ATS દ્વારા આ વખતે કોઈ રિમાન્ડની માગ નહીં થતાં કોર્ટે આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતાં.


ગાંધીનગરમાંથી ત્રણ આતંકીઓને પકડ્યા હતાં

ગુજરાત ATS દ્વારા ગત 9 નવેમ્બરે ગાંધીનગરમાંથી ત્રણ આતંકીઓને પકડ્યા હતાં. આ ત્રણમાંથી એક આતંકી પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં હતો. તે ISKP સંગઠનથી પ્રભાવિત હોવાનો પુછપરછમાં ઘટસ્ફોટ થયો હતો. આ ઉપરાંત ડો. અહેમદ મોયુદ્દિન મુળ હૈદરાબાદી છે અને ગુજરાતમા હથિયારો લેવા માટે આવ્યો હતો. જો કે હથિયારો લઈ તે રવાના થયા તે પહેલા જ ATSના હાથે ઝડપાઈ ગયો હતો.

ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા હતાં

ગુજરાત ATSની તપાસમાં ખુલાસો થયો હતો કે, આ ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા હતાં. આતંકીઓ જે વિસ્તારના છે ત્યાં કટ્ટરવાદીઓનો પ્રભાવ હતો. આ ત્રણમાંથી એક આતંકી અગાઉ અમદાવાદમાં રોકાયો હતો. જ્યારે અન્ય બે આતંકીઓ પહેલીવાર અમદાવાદ આવ્યા હતાં. આતંકી ડો.અહેમદ સૈયદ કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે તે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા સભ્યોની ટીમ બનાવવા માંગતો હતો. તેના ઘરમાંથી લેબોરેટરી પણ મળી આવી હતી. તે જુલાઈમાં દિલ્હી ગયો હતો.


  • Follow us on: