મહેસાણાના કડીમાં SPGના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતાં. તેમણે આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને નિશાને લીધી હતી.
નીતિન પટેલે વિપક્ષ પર ચાબખા માર્યા
કડીમાં અવસર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા SPG સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આપ આવે કે ઝાપ આવે તમે કોઈના ઝાંસામાં આવતા નહીં. પાટીદારો કોઈના ઝાંસામાં આવે નહીં. હું કોઈ રાજકીય પાર્ટીની વાત નથી કરતો. પાટીદારો ભાજપની સાથે જ રહે છે. મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત નથી આપવાના. નીતિન પટેલે વિપક્ષ પર ચાબખા મારતા અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.













