કુદરતી આફતે ફરીવાર દર્શાવ્યું છે કે, બદલાતુ હવામાન પર્વતીય અને સંવેદનશીલ વિસ્તારોમાં ખતરનાક છે.

સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ

સતત વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ છે. અને પાણી ઝડપથી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યુ છે. ઘણા ગામોમાં ઘરો સંપૂર્ણપણે ધોવાયા છે. જ્યારે રસ્તાઓ અને પુલોને પણ ભારે નુકસાન થયું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. જ્યાં રાહત પહોંચાડવી પડકાર સમાન બન્યુ છે. ઘણી જગ્યાએ પૂર એટલી ઝડપથી આવ્યું કે લોકોને સ્થળાંતર કરવાનો સમય પણ મળ્યો ન હતો. ખેતરો, પશુધન અને ઘર બધુ પાણીમાં નષ્ટ થયુ હતુ.

રાહત અને બચાવ કામગીરી શરુ

પુર બાદ રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરાઇ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રહી છે અને લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, ઘણા વિસ્તારોમાં રસ્તાને નુકસાન રાહત પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે.

વધતી જતી આપદા અને પડકારો

અફઘાનિસ્તાન જેવા દેશોમાં, માળખાગત સુવિધાઓનો અભાવ અને નબળી આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલીઓ આવી કુદરતી આફતોને વધુ વિનાશક બનાવે છે. વાર્ષિક પૂર અને ભૂસ્ખલન અહીંના લોકો માટે એક મહત્વપૂર્ણ પડકાર છે. હાલમાં, સમગ્ર દેશમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, અને વહીવટીતંત્રની પ્રાથમિકતા અસરગ્રસ્ત લોકોને રાહત પૂરી પાડવાની છે. આગામી દિવસોમાં હવામાન પરિસ્થિતિઓ આ કટોકટીનો માર્ગ નક્કી કરશે.

આ પણ વાંચોઃ US અને Israelના હુમલાઓને નિષ્ક્રિય કરવા માટે China કઈ સહાય મોકલી રહ્યું છે Iranને?, જાણો