કાબુલમાં સ્થિત નશા મુક્તિ કેન્દ્ર પર હુમલો કરાતા 400 લોકોના મોત થયા છે.

'તાલિબાન જડબાતોડ જવાબ આપશે'

તાલિબાને સ્પષ્ટ કર્યુ છે કે, હવે કૂટનીતિ અને વાતચીતનો સમય ખત્મ થયો છે. અફગાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિને એક મહિના કરતા વધુનો સમય વિત્યો છે. પાકિસ્તાનના હુમલા બાદ તાલિબાને સખ્ત શબ્દોમાં કહ્યુ છે કે, હવે માત્ર બદલો લેવામાં આવશે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે કહ્યુ હતુ કે, કાબુલના અમુક સ્થળો પર પાકિસ્તાની સેના દ્વારા હુમલાઓ કરાયા છે. હવે તાલિબાન બદલો લઇને જડબાતોડ જવાબ આપશે.

અફઘાનિસ્તાનમાં કયા સ્થળે હુમલો ?

પાકિસ્તાની સેનાએ કાબુલમાં નશા મુક્તિ કેન્દ્ર પર મોટી સંખ્યામાં બોમ્બ ફેંક્યા હતા. જે સમયે હુમલો કરાયો હતો. તે સમયે હૉસ્પિટલમાં બે હજાર લોકો હતો. જેમાંથી 400 જેટલા લોકોના મોત થયા છે. તો 250 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ઘાયલોની સ્થિતિ ગંભીર છે. જેના કારણે મોતનો આંકડો વધી શકે છે. નશા મુક્તિ કેન્દ્ર સિવાય પણ ઘણી સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે.

માત્ર 30 દિવસમાં બદલાઇ સ્થિતિ

અફઘાનિસ્તા અને પાકિસ્તાન વચ્ચે 21 ફેબ્રુઆરીથી તણાવની સ્થિતિ વધુ વણસી હતી. આ હુમલાઓ બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાને એકબીજા પર ઘણી વખત હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓમાં બન્ને દેશમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો હજારો લોકો બેઘર થયા છે. જીવન અસ્તવ્યસ્ત થતાં બેરોજગારીનું પ્રમાણ સખ્ત વધ્યુ છે. હવે આર્થિક સ્થિતિ વધુ વિકટ બનતા મહામારી ફેલાવાનો ડર પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ઈરાન પછી ક્યુબા પર હુમલો કરીશું, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, સોદો અને કાર્યવાહી નક્કી છે


  • Follow us on: