અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કતારને સુરક્ષાની ગેરંટી આપનારા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશમાં એવુ કહેવામાં આવ્યું છે કે, કતારની સુરક્ષા માટે અમેરિકા તમામ જરૂરી પગલાં લઈ શકે છે. તેમાં સૈન્ય કાર્યવાહી પણ સામેલ છે. ટ્રમ્પના આ આદેશનો હેતુ કતારને અમેરિકા તેની સાથે ખભેખભો મીલાવીને ઉભું છે તેનો વિશ્વાસ અપાવવાનો છે.


29 સપ્ટેમ્બરે જ હસ્તાક્ષર થઈ ગયા હતાં

ઈઝરાયેલ દ્વારા 9મી સપ્ટેમ્બરે દોહામાં હમાસના નેતાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કતારના સુરક્ષાબળોના એક સભ્ય સહિત 6 લોકો માર્યા ગતા હતાં. ટ્રમ્પના નવા આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે, જો કતાર પર કોઈ હુમલો થાય છે તો અમેરિકા તેને પોતાની શાંતિ અને સુરક્ષા માટેનો ખતરો સમજી લેશે. તેમજ કતારની સુરક્ષા માટે તેની સાથે ઉભુ રહેશે. આ આદેશ પહેલી ઓક્ટોબરે વાઈટ હાઉસની વેબસાઈટ પર જાહેર થયો હતો. પરંતુ તેની પર 29 સપ્ટેમ્બરે જ હસ્તાક્ષર થઈ ગયા હતાં.

અમેરિકાની રણનૈતિક હાજરીને મજબૂત કરવાનું પગલું

આ સમયે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વોશિંગ્ટનમાં જ હતાં. તેમણે કતારમાં થયેલા હુમલા પર અફસોસ વ્યક્ત કર્યો હતો અને કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જસ્સિમ અલ થાની સાથે ફોન પર જ માફી માગી હતી. કતારના અધિકારીઓએ હજી સુધી આ આદેશ પર કોઈ ટીપ્પણી કરી નથી. એક્સપર્ટનું કહેવું છે કે મીડલ ઈસ્ટ અમેરિકા માટે ખૂબજ મહત્વ પૂર્ણ છે. જેથી ટ્રમ્પનો આ આદેશ માત્ર કતારની સુરક્ષા સુધી સિમિત નથી. આ પૂરા ક્ષેત્રમાં અમેરિકાની રણનૈતિક હાજરીને મજબૂત કરવાનું પગલું છે.


  • Follow us on: