પાકિસ્તાનના વરિષ્ઠ નેતા ઇશાક ડારે કહ્યુ હતુ કે, 20 સૂત્રીય શાંતિ પ્રસ્તાવ અમેરિકાનું દસ્તાવેજ છે.
પાકિસ્તાનની જનતાએ વિરોધ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં શાંતિ કાયમ કરવા માટે એક પ્રસ્તાવ જાહેર કર્યો હતો. જેનું પાકિસ્તાને સમર્થન કર્યુ છે. ડૉનાલ્ડ ટ્ર્મ્પે દાવો કર્યો છે કે, ગાઝા પ્લાન મામલે પાકિસ્તાન 100 ટકા અમેરિકાના સમર્થનમાં આવશે. ટ્રમ્પની સામે નંબર બનાવવા માટે શહબાઝ શરીફે યોજનાને સાચી ઠેરવી છે. પરંતુ તેમની યોજનાનો પાકિસ્તાનની જનતાએ વિરોધ કર્યો છે. આ વિરોધ જોતા શહબાઝ શરીફ હવે ગાઝા પ્લાન મામલે યૂ-ટર્ન લેતા જોવા મળી રહ્યા છે.
Also Read
20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવ
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ડૉનાલ્ડ ટ્રમ્પના 20-સૂત્રીય શાંતિ પ્રસ્તાવથી પાકિસ્તાનને અલગ કરતા તેને અમેરિકાના દસ્તાવેજ કહ્યુ છે. તો આ તરફ ટ્રમ્પે દાવો કર્યો છે કે, પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર આ શાંતિ સમજૂતીના પક્ષમાં છે. ટ્રમ્પના પ્રસ્તાવ મામલે ઇશાક ડારે કહ્યુ હતુ કે, અમે જે દસ્તાવેજ મોકલ્યા હતા. તે આ નથી. આ પ્રસ્તાવમાં કેટલી એવી વસ્તુઓ પણ છે. જો તે સામેલ કરવામાં નહી આવે તો તે સામેલ કરવી જરુરી છે.
ટ્રમ્પનો શરીફ અને આસિમ મુનીર પર વિશ્વાસ
ડૉનાલ્ડ ટ્રમ્પ તરફથી ગાઝામાં યુદ્ધવિરામ માટે રજૂ કરવામાં આવેલા નવા પ્રસ્તાવને ભારત, ચીન, રશિયા સહિત 8 અરબ અને મુસ્લિમ દેશોએ પ્રશંસા કરી છે. આ દેશ મામલે પાકિસ્તાન હવે યૂ-ટર્ન લેતા નજરે પડી રહ્યા છે. ટ્રમ્પે શરીફ અને આસિમ મુનીરને આ મુદ્દે વાતચીતમાં સામેલ અત્યંત સક્રિય વિશ્વ નેતાઓમાં સામેલ કર્યા છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે, જે લોકોનું હું નામ લઇ રહ્યો છું તેમાં મોટાભાગના અમારી સાથે છે. પાકિસ્તાનના પીએમ અને ફિલ્ડ માર્શલ શરુઆતથી જ સાથે છે.













