વિશ્વભરના Gen Z યુવાનો હવે માત્ર ડિજિટલ દુનિયામાં જ નથી રહી રહ્યાં, પણ તેઓ રસ્તા પર ઉતરીને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા અને જો જરૂર પડે તો સત્તાના પરિવર્તન માટે પણ તૈયાર જણાય છે. જેમના ઉદાહરણ તરીકે આપણે નેપાળના યુવાનોએ રચેલી કહાનીને જ જોઈ લઇએ. એવું જ કંઈક હવે ફ્રાંસ અને પેરુમાં પણ જોવા મળી રહ્યું છે. યુવાનોનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો છે અને તેઓ રેલી અને વિરોધ પ્રદર્શન દ્વારા પોતાનું મંતવ્ય વ્યક્ત કરી રહ્યાં છે.


પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

એક રિપોર્ટ પ્રમાણે 20 સપ્ટેમ્બરે સાઉથ અમેરિકાના પેરૂની રાજધાની લીમામાં હજારો લોકો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પોલીસ સાથે બાખડી ગયા હતા. તેઓએ પોલીસ કર્મીઓ પર પત્થર અને લાકડીઓ પણ ફેંકી હતી, જ્યારે બદલામાં પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

શાસન પર વિશ્વાસ કેમ નહીં?

એક પ્રદર્શન કારીનુ કહેવુ છે કે સંસદ હવે વિશ્વસનીય નથી રહી, જનતા પણ તેમનો સહયોગ નથી કરતી, તેઓ આ દેશમાં કહેર વર્તાવી રહી છે. હકીકતમાં જ્યારે પ્રદર્શન શરૂ થયુ ત્યારે પ્રદર્શનકારીઓ કેન્દ્ર સરકારની ઓફિસો કોંગ્રેસ ભવન તરફ આગળ વધાવાનો પ્રયાસ કર્યો ત્યારે સામ સામે અથડામણ શરૂ થઇ. તે સમયમાં રિપોર્ટર અને કેમેરાપર્સનને પણ ગોળા વાગી હતી. સામાન્ય રીતે જે પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે.

સરકારના અનેક નિર્ણયોથી ઝેન-ઝી નારાજ

પેરૂના રાષ્ટ્રપતિ દીના બોલુઆર્ટનો કાર્યકાળ આવતા વર્ષે સમાપ્ત થઇ રહ્યો છે. પરંતુ તેમની અપ્રૂવલ રેટિંગ વધતી જબરદસ્તી વસૂલી અને સંગઠિત ગુનાના કેસોને કારણે ઓછી થઇ રહી છે. એવું પણ જાણવા મળ્યુ છે કે, સરકાર અને રૂઢિવાદી-બહુમત કોંગ્રેસના અનેક લોકો ભ્રષ્ટ સંસ્થાનોના રૂપમાં જોવે છે. આ અઠવાડિયે , ત્યાંની સંસદે એક કાયદો પણ પાસ કર્યો છે જેમાં યુવા વયસ્કોને કહેવામાં આવ્યો છે કે તેમને પ્રાઇવેટ પેન્શન ફંડમાં સામેલ થવુ પડશે. એવું એટલા માટે કરવામાં આવી રહ્યુ છે કે જ્યારે પેરૂના અનેક લોકો અનિશ્ચિત કામકાજના વાતાવરણનો સામનો કરી રહ્યા છે.


  • Follow us on: