ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ પોતે આ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તેમણે આ ફોન કોલ દરમિયાન નેપાળના Gen Z આંદોલન દરમિયાન થયેલી જાનહાનિ અને નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું.


નેપાળને ભારતનું પૂરૂં સમર્થન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ પોતે આ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તેમણે આ ફોન કોલ દરમિયાન નેપાળના Gen Z આંદોલન દરમિયાન થયેલી જાનહાનિ અને નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. મહ્તવનું છે કે નેપાળમાં સોશિયલ મીડિયા બેનને લઇને ઝેન-ઝી વિરોધ પ્રદર્શન યોજાયુ હતુ. ત્યાર બાદ અનેક લોકો મોતને ભેટ્યા. ભારે પ્રદર્શનને કારણે કેપી ઓલી શર્માએ રાજીનામું આપ્યુ. અને હવે વચગાળાની સરકારમાં પીએમ તરીકે સુશીલા કાર્કી છે. પીએમ મોદીએ તેમની સાથે વિરોધ પ્રદર્શનની સ્થિતિ અને તેને લઇને વાતચીત કરી છે.

તેમના રાષ્ટ્રીય દિવસની પણ આપી શુભેચ્છા

પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે વાતચીત થઇ. હાલમાં જ થયેલા જાનમાલના નુકસાન પર દિલથી સંવેદના વ્યક્ત કરી અને શાંતિ અને સ્થિરતાને પુનઃ સ્થાપિત કરવાની કોશિશો માટે ભારતના દ્રઢ સમર્થનને બતાવ્યુ, સાથે જ મેં તેમને અને નેપાળના નાગરિકોને તેમના રાષ્ટ્રીય દિવસ 19મી સપ્ટેમ્બર માટે હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી. ઉલ્લેખનીય છે કે નેપાળમાં 2015માં નવા બંધારણની જાહેરાતની ઉજવણી તરીકે નેપાળી કેલેન્ડર મુજબ 19 સપ્ટેમ્બરે બંધારણ દિવસની ઉજવવામાં આવે છે.


  • Follow us on: