અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યા બાદ ઈઝરાયલની સૌથી મોટી પ્રતિક્રિયા સામે આવી હતી, અને આ પ્રતિક્રિયામાં ઈઝરાયલના લીડર નેતન્યાહૂએ સૌથી પહેલા પ્રતિક્રિયા આપીને અમેરિકાને વધાવી લીધૂ હતું, ત્યારે જાણીએ કે કેવી રીતે અમેરિકાએ ઈરાન પર હુમલો કરીને તેને મોટી ભૂલ ખવડાવી.
ઓપરેશન મિડનાઈટ હેમર
ઓપરેશન મિડનાઈટ હેમરમાં, અમેરિકાએ ઈરાન પર ભીષણ હુમલો કરીને આખી વાર્તામાં નવો વળાંક લાવી મૂક્યો છે. અમેરિકાએ 7 બી-2 સ્ટીલ્થ બોમ્બર્સ, 14 જીબીયુ-57 એમઓપી બોમ્બ, 30 + ટોમાહોક મિસાઇલો અને 125 વિમાનોનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર વિનાશક હુમલો કર્યો છે. ડેકોય, સ્ટીલ્થ ટેકનોલોજી અને સચોટ હુમલાની વ્યૂહરચનાએ ઈરાનને મૂર્ખ બનાવ્યો છે. મેક્સારના ચિત્રોમાં જયા હુમલો થયા ત્યાં 6 ખાડા દેખાયા હતા, પરંતુ ઈરાન દાવો કરે છે કે તેનો પરમાણુ કાર્યક્રમ અકબંધ છે.
અમેરિકાએ છળકપટનો ઉપયોગ કર્યો?
22 જૂન 2025ની સવારે અમેરિકાએ એક એવી લશ્કરી કાર્યવાહી કારીકે દુનિયા આખી સ્તબ્ધ થઈ ગઈ. આખી દુનિયાએ અમેરિકાની એક ઐતિહાસિક લશ્કરી કાર્યવાહી વિશે સાંભળ્યું, જેને ઓપરેશન મિડનાઈટ હેમર નામ આપવામાં આવ્યું. આ કાર્યવાહીમાં, અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર ચોક્કસ હુમલા કર્યા. આ મિશનમાં અમેરિકાએ 7 બી-2 સ્ટીલ્થ બોમ્બર્સ, 14 જીબીયુ-57 એમઓપી બોમ્બ, 30 + ટોમાહોક મિસાઇલો અને 125 વિમાનોનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર વિનાશક હુમલો કર્યો છે. આ ઓપરેશનમાં સામેલ શસ્ત્રો, મિસાઈલો અને વિમાનો વિશે વિગતે જાણીએ .
બી-2 સ્ટીલ્થ બોમ્બર્સ
મળતીમાહિતી મુજબ કેટલાક B-2 બોમ્બર્સને ઇરાદાપૂર્વક પેસિફિક મહાસાગર તરફ મોકલવામાં આવ્યા હતા, જેથી ઈરાન વિચારે કે હુમલો બીજી દિશામાંથી આવશે. આ ડિકોય વિમાનોને ઈરાનનું ધ્યાન હટાવવા માટે ગુઆમમાં એન્ડરસન એરફોર્સ બેઝ તરફ મોકલવામાં આવ્યા હતા. એક B-2 વિમાન (MYTEE 14) ને હવાઈમાં કટોકટી ઉતરાણ કરવું પડ્યું હતું.
સ્પીડ ફાઇટર જેટ
અમેરિકાના શાનદાર ચોથી અને પાંચમી પેઢીના ફાઇટર જેટ (જેમ કે F-22 રેપ્ટર અને F-35 લાઈટનિંગ II) એ B-2 બોમ્બર્સની આગળ ઉડાન ભરી. ઈરાનની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો (SAM) ને નિષ્ક્રિય કરી નાખી છે. આ જેટ વિમાનોએ HARM (હાઈ-સ્પીડ એન્ટી-રેડિયેશન મિસાઈલો) નો ઉપયોગ કરીને ઈરાનની રડાર સિસ્ટમનો નાશ કર્યો હતો. અમેરિકાએ આશ્ચર્યજનક કાર્યવાહી કરીને ઈરાનની S-300 રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીને સ્તબ્ધ કરી હતી જે B-2 બોમ્બરોને જોઈ શકતી ન હતી, કારણ કે આ સ્ટીલ્થ વિમાન રડારથી બચી શકે છે.
GBU-57 બોમ્બ
અમેરિકાએ 14 બોમ્બ ઈરાનમાં ફેંક્યા જેમાં ફોર્ડો ખાતે 12 નાતાન્ઝ ખાતે 2 ફેંક્યા. 13600 કિલો વજન જે તેને અમેરિકાનો સૌથી ભારે બિન-પરમાણુ બોમ્બ બનાવે છે. આ બોમ્બ 18 મીટર કોંક્રિટ અથવા ૬૧ મીટર માટીમાં પ્રવેશ કરી શકે છે, જે તેને ફોર્ડો જેવા ઊંડા બંકરો ને તબાહ કરવા માટે ખુબજ દમદાર બનાવે છે
ટોમાહોક લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલ (TLAM)
અમેરિકા તરફથી ઇસ્ફહાન પર 30 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. યુએસએસ જ્યોર્જિયા (ઓહિયો-ક્લાસ ગાઇડેડ મિસાઇલ સબમરીન) થી છોડવામાં આવી હતી.કિમી. આ મિસાઇલની ઝડપ 880 કિમી/કલાક (સબસોનિક) અને વોરહેડ 450 કિલો વિસ્ફોટકો હવાઈ માર્ગદર્શનની વાત કરીએ તો જીપીએસ અને ભૂપ્રદેશ મેપિંગ સાથે ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ પણ ધરાવે છે.













