ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. ઇઝરાયલ અને ઇરાન બંને દેશનો એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ઇરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઓપરેશન સિંધુ હેઠળ ભારત લાવવામાં આવી રહ્યા છે. ગત રાત્રે 285 લોકોને સુરક્ષિત રીતે ભારત લવાયા. મોડી રાત્રે એક સ્પેશિયલ પ્લેન દ્વારા ભારતીય નાગરિકોને દિલ્હી લવાયા. પરત આવેલા ભારતીયોને ભારતના વિદેશ રાજ્યમંત્રી દિલ્હી એરપોર્ટ પર રિસીવ કરવા પહોંચ્યા હતા.
કુલ 1713 ભારતીયો પરત આવ્યા
ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ભારત સરકારે 18 જૂને ઓપરેશન સિંધુની શરૂઆત કરી હતી. 1713માં ભારતીયોને અત્યાર સુધી ઓપરેશન સિંધુ હેઠળ સુરક્ષિત સ્વદેશ લાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ કહ્યું કે ઇરાનથી 285 ભારતીય નાગરિકોને લઇવે વિશેષ પ્લેન નવી દિલ્હી પહોંચી ગયુ છે. જેમાં 285 ભારતીયો હતા. જમ્મુ કાશ્મીર, દિલ્હી, યુપી રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યોથી હતા. ઇરાનથી નિકળેલા ભારતીયોની કુલ સંખ્યા 1713 થઇ ગઇ છે. આગલા 2 દિવસમાં ઇરાનથી 2-3 ફ્લાઇટ નક્કી કરવામાં આવી છે. આ પ્રકારે અમે ઇરાન અને ઇઝરાયલમાં રહેતા ભારતીયોના સતત સંપર્કમાં છીએ.
વિદેશ રાજ્યમંત્રી રિસીવ કરવા પહોંચ્યા હતા એરપોર્ટ
ઇરાનથી પરત ફરેલા ભારતીય નાગરિકનું કહેવુ છે કે મને ગર્વ થાય છે કે ભારત સરકાર અને દૂતાવાસે અમારા માટે સારી વ્યવસ્થા કરી છે. ઇરાનમાં પણ સારી વ્યવસ્થા કરી. ભારત સરકારે અમને અહી સુધી પહોંચાડ્યા. જય હિંદ જય ભારત.
ઓપરેશન સિંધુ દ્વારા ભારત આવેલા અન્ય એક ભારતીયે કહ્યું કે હું મુંબઇમાં રહેનારો છું. હું ઇરાનમાં કામ કરુ છું અને પાછલા 3 વર્ષથી ત્યાં જ છું. ભારત સરકારે અમારો સાથ આપ્યો, હિંમત આપી અને આજે અમે તેમના લીધે જ પરત ફરી શક્યા છે.
અન્ય એક ભારતીય સતીર ફાતિમાએ કહ્યું કે હું પોતાને ખૂબ લકી માનુ છું. ભારત સરકાર અને પીએમ મોદીની બહુ આભારી છું. ત્યાંની સ્થિતિ દિવસ જાય તેમ ખરાબ થતી જઇ રહી છે. ત્યાં રહેવુ ખતરનાક છે. હું આભારી છું કે હું અહીં છું.