ઇન્ડોનેશિયાના મધ્ય પાપુઆ પ્રાંતમાં શુક્રવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1ની માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર બિંદુ નાબિરે શહેરના 28 કિમી દક્ષિણમાં મળ્યુ. ઇન્ડોનેશિયા દુનિયાના એ દેશોમાંનો એક દેશ છે. જે સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં આવે છે.


ઇન્ડોનેશિયા છે ભૂકંપગ્રસ્ત પ્રદેશ

ઇન્ડોનેશિયા એશિયા અને ઓસ્ટ્રેલિયા મહાદ્રીપ વચ્ચે સ્થિત છે અને પ્રશાંત મહાસાગરના કિનારે વસેલુ છે. આ ક્ષેત્રને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. રિંગ ઓફ ફાયર એ વિસ્તાર છે જ્યાં વિશ્વના લગભગ 90 ટકા ભૂકંપ આવે છે અને 75 ટકા જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. ઇન્ડોનેશિયા આ પટ્ટીમાં આવે છે. જેના કારણે અહિંયા સતત ટેક્ટોનિક પ્લેટ્સમાં હલન ચલન થતી રહે છે. ઇન્ડોનેશિયા અનેક મુખ્ય પ્લેટો વચ્ચે આવેલું છે, જેમ કે ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ, યુરેશિયન પ્લેટ અને પેસિફિક પ્લેટ.યુરેશિયન પ્લેટ અને પેસિફિક પ્લેટ. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા સરકે છે ત્યારે ભૂકંપ આવે છે. ઇન્ડોનેશિયાની સપાટી નીચે પ્લેટોનું આ સતત દબાણ તેને વિશ્વના સૌથી ભૂકંપ-સંભવિત પ્રદેશોમાંનો એક બનાવે છે.

સુનામીનો રહે છે ખતરો

ઇન્ડોનેશિયાનો મોટા ભાગનો વિસ્તાર દ્રીપ પર બનેલો છે અને તેની ચારે તરફ સમુદ્ર ફેલાયેલો છે. જ્યારે સમુદ્રની ઉંડાઇમાં ભૂકંપ આવે છે ત્યારે તે સુનામીનુ રૂપ લઇ લે છે. 2004ના હિંદ મહાસાગર સુનામી આનુ મોટું ઉદાહરણ છે. જેમાં ઇન્ડોનેશિયાના આચેહ પ્રાંતમાં લાખો લોકો માર્યા ગયા હતા.


  • Follow us on: