અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક મોટા મિલિટ્રી બેઝ પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ શનિવારે 7 બ્લાસ્ટ થયા અને તેમાં સંરક્ષણ પ્રધાનના ઘરને પણ નિશાનો બનાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ કારાકસના મુખ્ય સૈન્ય બેઝ ફોર્ટુનાની પાસે અથવા તેની આસપાસ થયા છે.


વેનેઝુએલામાં ઈમરજન્સી જાહેર

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં હુમલા બાદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ હુમલાની પુષ્ટી કરી છે અને અમેરિકી દેશોના સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રની ઈમરજન્સી બેઠક બોલાવવાની માગ કરી છે. બીજી તરફ અમેરિકાની FAAએ અમેરિકી કોર્મશિયલ વિમાનને વેનેઝુએલાના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

અમેરિકન નાગરિકોને વેનેઝુએલા છોડવા માટે અપીલ

અમેરિકા તરફથી વેનેઝુએલામાં અમેરિકી દુતાવાસના લેવલ 4 પર યાત્રા ના કરવાની ચેતવણી આપવામાં આવી છે, સાથે અમેરિકી નાગરિકોને તરત જ દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રાલયે વેનેઝુએલામાં હાજર અમેરિકી નાગરિકોને પોતાના ઘર કે સુરક્ષિત સ્થળ પર જ રહેવા માટે સલાહ આપી છે. વેબસાઈટ પર આપેલી સૂચનામાં મંત્રાલયે કહ્યું કે કોલંબિયાના બોગોટા સ્થિત અમેરિકી દુતાવાસને કારાકાસ અને તેની આસપાસ વિસ્ફોટ હોવાની જાણકારી છે. અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના નાગરિકોને વેનેઝુએલાનો પ્રવાસ ન કરવાની ચેતવણી આપતું રહ્યું છે.

વેનેઝુએલામાં કયા સ્થળ પર થયો હુમલો ?

વેનેઝુએલાના વિપક્ષી નેતાઓએ દાવો કર્યો કે અમેરિકાના હુમલામાં કારાકાસના સૈન્ય ઠેકાણાઓ અને દેશના એક મોટા પોર્ટને નિશાનો બનાવવામાં આવ્યો છે. જેમાં ફોર્ટ ટિયૂના, લા કાર્લોટા, એલ વોલ્કાન અને લા ગ્વાયરા પોર્ટને નિશાનો બનાવ્યું છે.

આ પણ વાંચો: Bangladeshમાં વધુ એક હિન્દુની હત્યા, પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો


  • Follow us on: