ઓસ્ટ્રેલિયામાં એક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. સિડનીમાં માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળની ગર્ભવતી મહિલાનું મોત થયું. અકસ્માતને લઈને સામે આવેલ માહિતી મુજબ મૃત્યુ પામેલ મહિલાનું નામ સમનધિવતા ધારેશ્વર છે. ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
સિડનીમાં અકસ્માતની ગમખ્વાર ઘટના
પ્રાપ્ત માહિતી મુજબ સિડની અકસ્માતમાં મૃત્યુ પામનાર 33 વર્ષીય ભારતીય મૂળની મહિલા સમનધિવતા 8 મહિનાની ગર્ભવતી હતી. ગત શુક્રવાર (14 નવેમ્બર)ના રોજ જયારે કિયા કાર્નિવલ કાર હોર્ન્સબીમાં જ્યોર્જ સ્ટ્રીટ પર ફૂટપાથ ક્રોસ કરવા માટે ધીમી પડી હતી ત્યારે અચાનક ઝડપી BMW કારને પાછળથી ટક્કર વાગી. આ જોરદાર ટક્કરને કારણે, કિયા કાર આગળ વધી ગઈ અને સમનવિતા સાથે તે કાર અથડાઈ.













