પીએમ એન્થની અલ્બાનીઝે આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ. અને તેને ઐતિહાસિક પગલું કહ્યુ હતુ.
કોયલે 1987માં આર્મી રિઝર્વથી કારકિર્દી આરંભી
ઓસ્ટ્રેલિયાના સેનામાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી રહી છે. લેફ્ટિનેન્ટ જનરલ સુસાન કોયલને દેશના નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લગભગ ત્રણ દશકોથી પણ વધુ સેનાનો અનુભવ છે. તેઓ જુલાઇમાં પોતાનો કાર્યભાર સંભાળશે. સાથે જ તેઓ ઓસ્ટ્રેલિયાની સેનાનું નેતૃત્ત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. સૌ પ્રથમ વાત કરીએ સુસાન કોયલની. ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રી રિચર્ડ માર્લ્સે કોયલની નિયુક્તિની જાહેરાત કરી છે. તેઓએ કોયલને સેનાનું નેતૃત્ત્વ કરવા માટે યોગ્ય ઉમેદવાર હોવાનું જણાવ્યુ હતુ. તો આ તરફ, પીએમ એન્થની અલ્બાનીઝે આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ. અને તેને ઐતિહાસિક પગલું કહ્યુ હતુ.
સુસાન કોયલની સેનાની કારકિર્દી
સુસાન કોયલની વાત કરીએ તો તેઓએ 1987માં આર્મી રિઝર્વથી પોતાની કારકિર્દી શરુ કરી હતી. કોયલેમ 1992માં ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ એકેડમીમાંથી અધિકારી તરીકે ઉતીર્ણ થયા હતા. તેઓએ સૂચના યુદ્ધ પ્રમુખ, મિડિલ ઇસ્ટમાં જોઇન્ટ ટાસ્ક ફોર્સ 633ના કમાન્ડર અને અફઘાનિસ્તાનમાં ટાસ્ક ગ્રુપ કમાન્ડર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
કોયલના પતિ પણ સેનામાં
કોયલે તિમોર-સેલ્તે, સોલોમન દ્વીપ અને અફઘાનિસ્તાનમાં તૈનાત સૈનિકોની કમાન સંભાળી છે. જુલાઇ 2024માં તેઓને ચીફ ઓફ જોઇન્ટ કૈપેબિલિટીઝ બનાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ અમેરિકી રક્ષા બળના સાયબર અને અંતરિક્ષ કમાનોની સાથે-સાથે સૂચના યુદ્ધ માટે આધુનિક ક્ષેત્રોની જવાબદારી સંભાળી છે. કોયલે જણાવ્યુ હતુ કે, જ્યારે તેઓ સેનામાં જોડાયા હતા. ત્યારે માત્ર 10 ટકા મહિલાઓ જ સેનામાં હતી. અને વરિષ્ઠ અધિકારી તરીકે મહિલા કર્નલ રેન્ક પર હતી. પરંતુ આજે સ્થિતિ બદલાઇ છે. અને અનેક મહિલાઓ ઉચ્ચ પદ સુધી પહોંચી રહી છે.
કેનેડાઃ- જનરલ જેની કેરિગન
ઓસ્ટ્રેલિયા કરતા પહેલા કેટલાય દેશમાં મહિલાઓએ આર્મીની સત્તા સંભાળી છે. જનરલ જેની કેરિગનન આવી જ એક વ્યક્તિ છે. 2024 માં, તેઓ કેનેડિયન સશસ્ત્ર દળોમાં ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળનાર પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચ્યા હતો. એન્જિનિયર તરીકે શિક્ષિત, જનરલ કેરિગનને 35 વર્ષથી વધુ સમય સુધી કેનેડિયન આર્મીમાં સેવા આપી છે. અફઘાનિસ્તાન, બોસ્નિયા, ઇરાક અને સીરિયામાં મિશનમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.
સ્લોવેનિયાઃ- મેજર જનરલ લેન્કા એર્મેનક
2018 માં, સ્લોવેનિયન સરકારે મેજર જનરલ એલેન્કા એર્મેનકને આર્મી ચીફ તરીકે નિયુક્ત કરીને ઇતિહાસ રચ્યો. તે નાટો દેશના સશસ્ત્ર દળોનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બની. તેણીએ એલન ગેડરનું સ્થાન લીધું. એર્મેનક 1991 થી સેનામાં સેવા આપી રહી હતી, તે જ વર્ષે સ્લોવેનિયાએ યુગોસ્લાવિયાથી સ્વતંત્રતા જાહેર કરી. તેણીએ લંડનમાં રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝ અને કિંગ્સ કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો.
બોલિવિયાઃ- ગિના રેક ટેરાન
2015માં, બોલિવિયાના રાષ્ટ્રપતિ ઇવો મોરાલેસે ગિના રેક ટેરાનને આર્મી જનરલ તરીકે નિયુક્ત કર્યા, જેનાથી તે લેટિન અમેરિકામાં લડાયક સૈનિકોનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બની. બે બાળકોની માતા ટેરાને સખત મહેનત દ્વારા આ પદ પ્રાપ્ત કર્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રેક ટેરાનને આર્મી જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ મધ્ય પૂર્વ યુદ્ધનો અંત લાવવા માટે આ લેબનીઝ અધિકારી વોશિંગ્ટનમાં થઇ સક્રિય, જાણો કોણ છે આ મહિલા
