લેબનીઝ રાજદૂત નાદા મોઆવાદ વોશિંગ્ટનમાં સક્રિય થઈ ઈઝરાયલી રાજદૂત સાથે ફોન પર વાત કરી.

ઇઝરાયલ-લેબનોન વાટાઘાટો શા માટે મહત્વની ?

ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, લેબનીઝ મહિલા અધિકારી નાદા હમાદેહ મોઆવાદે યુદ્ધવિરામ પ્રક્રિયા સંભાળી છે. તેઓએ આડકતરી રીતે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં વોશિંગ્ટનમાં પોસ્ટ કરાયેલા નાદા ત્યાંથી શાંતિ પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા છે. જે.ડી. વેન્સના પાકિસ્તાનથી પાછા ફરવાના સમાચાર સાંભળીને, નાદાએ પહેલી વાર ઇઝરાયલી રાજદૂત સાથે ફોન પર વાત કરી હતી.

શાંતિ વાર્તા કેમ રહી નિષ્ફળ ?

1983 પછી લેબનીઝ અને ઈઝરાયલ વચ્ચે આ પહેલો સીધો સંપર્ક છે. વોશિંગ્ટનમાં લેબનીઝ રાજદૂત નાદા મોઆવાદે તેમના ઇઝરાયલી સમકક્ષ યેચીલ લીટર સાથે વાત કરી. બંનેએ યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો બે કારણોસર નિષ્ફળ થઇ હતી. લેબનોન પર વધુ હુમલા નહીં અને હિઝબુલ્લાહને ઈરાની ભંડોળ નહીં. બંને મુદ્દાઓ ઇઝરાયલ સાથે સંબંધિત છે. તેથી, લેબનોનના રાજદૂતે આ બાબતે વ્યક્તિગત રીતે ઇઝરાયલનો સંપર્ક કર્યો છે.

કોણ છે નાદા હમાદેહ માઓવાદ ?

જૂન 2025માં નાદાને લેબનોનની ઓન સરકારે રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા. નાદાની નિમણૂક એવા સમયે થઈ હતી જ્યારે ઈરાને બંકર-બસ્ટર બોમ્બથી યુનાઇટેડ સ્ટેટ્સ પર હુમલો કર્યો હતો. નાદાએ અર્થશાસ્ત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને વિશ્વ બેંકના સભ્ય તરીકે પણ સેવા આપી છે. નાદાના લગ્ન ગેરાર્ડ મોવાદ સાથે થયા છે, જે લેબનોનના નાગરિક છે. તેઓ રેના માઓવાદ નામનું ફાઉન્ડેશન પણ ચલાવે છે. જે લેબનોનમાં આરોગ્ય સંભાળ સુધારવા માટે કામ કરે છે. નાદાને વોશિંગ્ટનના રાજકીય વર્તુળોમાં મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. જેના કારણે તેમની સક્રિયતા ચર્ચાનો વિષય બને છે.

આ પણ વાંચોઃ ઇસ્લામાબાદમાં Iran સાથે ડીલ કરવામાં અસફળ રહેલા JD Vanceને ફરી લાગ્યો મોટો ઝટકો, જાણો શું છે મામલો?