ત્રણેય સેનાઓને 4 થી 9 જુલાઈ સુધી સંપૂર્ણ સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુજતબાની ઉપસ્થિતિ મામલે ઉઠ્યા પ્રશ્ન
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કારની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. તમામ વિધીઓ 4 જુલાઈથી શરૂ થશે, અને તેમને 8 જુલાઈના રોજ મશહદમાં દફનવિધી સાથે સમાપ્ત કરાશે. 20 મિલિયનથી વધુ લોકો તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું મુજતબા ખામેની પણ તેમના પિતાને દફનાવવા પહોંચશે?. મુજતબા તેમના પિતાના મૃત્યુ અને પોતે યુએસ હવાઈ હુમલામાં ઘાયલ થયા પછી જાહેરમાં ક્યારેપણ જોવા મળ્યા નથી.
ખામેનીના અંતિમ સંસ્કારની તૈયારીઓ
ઈરાની સૈન્યએ ખામેનીના અંતિમ સંસ્કાર દરમિયાન કડક હવાઈ સુરક્ષાની જાહેરાત કરી છે. દેશ અને વિદેશ બંનેમાંથી આવતા યાત્રાળુઓને સમાવવા માટે તેહરાનમાં અને તેની આસપાસ ચાર અસ્થાયી કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે. ઈરાની લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરમિનિયાએ જણાવ્યું હતું કે, અંતિમ સંસ્કાર સમારોહ ગૌરવપૂર્ણ અને ભવ્ય રીતે યોજાશે. જનરલ મોહમ્મદ અકરમિનિયાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે જનતા તેમના શહીદ નેતાને વિદાય આપશે, ત્યારે સેના પણ તેની સેવા ચાલુ રાખશે. સેના રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવા, જાહેર સેવાઓ પૂરી પાડવા અને કાર્યક્રમમાં હાજરી આપનારા વિદેશી મહેમાનોનું સ્વાગત કરવા માટે વ્યવસ્થા કરવા માટે કામ કરશે.
ત્રણેય સશસ્ત્ર દળો હાઇ એલર્ટ પર
અકરમિનિયાએ ઈરાનની જમીન અને હવાઈ સરહદો પર સુરક્ષાના કડક પગલાંની પણ જાહેરાત કરી છે. સેનાના ગ્રાઉન્ડ યુનિટ્સ દેશની સરહદ સુરક્ષા પર નજર રાખશે. જ્યારે વાયુસેના હવામાંથી આવતા ખતરા પર નજર રાખશે. વાયુસેના રાષ્ટ્રીય હવાઈ સુરક્ષાને મજબૂત બનાવશે અને ઔપચારિક કાર્યક્રમો સાથે સંકળાયેલી મુસાફરી અને વિદેશી ફ્લાઇટ્સ દરમિયાન હવાઈ ટ્રાફિકનું પણ સંચાલન કરશે.
સેનાએ યાત્રાળુઓ માટે ચાર કેમ્પ સ્થાપ્યા
અક્રામિનિયાએ જણાવ્યું હતું કે, સેનાએ યાત્રાળુઓ અને કાર્યક્રમમાં ભાગ લેનારાઓને રહેઠાણ, ખોરાક અને તબીબી અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે તેહરાન અને તેની આસપાસ ચાર કામચલાઉ કેમ્પ સ્થાપ્યા છે. કટોકટી રાહત અને તબીબી સહાય પૂરી પાડવા માટે ઉચ્ચ ટ્રાફિકવાળા વિસ્તારોમાં આર્મી હેલિકોપ્ટર યુનિટ્સ અને ઉડ્ડયન બચાવ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા પૂર્વ સેના પ્રમુખે બનાવી નવી પાર્ટી, લોન્ચ કર્યું ચૂંટણી અભિયાન
