કેનેડાના કેલગરી શહેરમાં રહેતા ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર હરદીપ સિંહ તૂરે પોતાની સમજદારી અને હિંમતથી એક અનોખી ઘટના સર્જી. એક રાત્રે તેમને તાત્કાલિક કોલ મળ્યો કે એક દંપતીને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે. હરદીપે કોઈ વિલંબ કર્યા વગર તરત જ પોતાની ટેક્સી લઈને દંપતીને લઇ ગયા હતા.


મહિલા ગર્ભવતી પીડામાં હતી

જ્યારે તેઓ રસ્તામાં હતા, ત્યારે હરદીપને ખબર પડી કે ગર્ભવતી મહિલાને ભારે પ્રસવ પીડા શરૂ થઈ ગઈ છે. સ્થિતિ ઘણી જ નાજુક હતી. સામાન્ય રીતે આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, પરંતુ હવામાન ખરાબ હોવાથી અને સમયની તાકીદને ધ્યાનમાં રાખીને હરદીપે પોતાની ટેક્સી જ સૌથી ઝડપી અને સુરક્ષિત વિકલ્પ હોવાનું નક્કી કર્યું.

ટેક્સીમાં જ કર્યો બાળકનો જન્મ

હરદીપ સિંહ તૂરે જણાવ્યું કે હોસ્પિટલ બહુ નજીક હતી, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ મહિલાને ડિલિવરી શરૂ થઈ ગઈ. ટેક્સીની પાછળની સીટ પર જ બાળકનો જન્મ થયો. આ ક્ષણ હરદીપ માટે અત્યંત તણાવપૂર્ણ હતી, પરંતુ તેમણે શાંતિ જાળવી રાખી અને કોઈ ગભરાટ કર્યા વગર સીધા હોસ્પિટલ તરફ વાહન હાંક્યું.

રસ્તા વચ્ચે અટક્યો નહીં

તેમણે કહ્યું, “હું અટક્યો નહીં, કારણ કે મને ખબર હતી કે જેટલી ઝડપથી અમે હોસ્પિટલ પહોંચીએ તેટલું માતા અને બાળક બંને માટે સારું રહેશે.” હોસ્પિટલ પહોંચ્યા પછી તરત જ ડોક્ટરો અને નર્સોએ માતા અને નવજાત બાળકની સારવાર શરૂ કરી. બંને સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું.

લોકો દ્વારા પ્રશંસા મળી

આ ઘટના પછી હરદીપ સિંહ તૂરને સ્થાનિક લોકો અને મીડિયામાં ખૂબ પ્રશંસા મળી. ઘણા લોકો કહે છે કે હરદીપે માત્ર ટેક્સી ડ્રાઈવર તરીકે નહીં, પરંતુ એક જવાબદાર અને માનવતાભર્યા વ્યક્તિ તરીકે ફરજ બજાવી. તેમની આ સવારી માત્ર અડધા કલાકની હતી, પરંતુ તે તેમના જીવનની સૌથી યાદગાર સવારી બની ગઈ..

આ પણ વાંચો : જાપાની સંસદમાં શૌચાલયોની અછતનું કારણ શું? સ્થિતિ એવી કે PM પણ હેરાન


  • Follow us on: