આ હુમલામાં 25 સૈનિકો માર્યા ગયા અને ત્રણ વાહનોનો નાશ કરાયો છે. BLA અનુસાર આ હુમલાઓ ઝિયારત ક્રોસ અને સુરાબમાં કરાયો છે.
BLAના વિવિધ હુમલા
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં BLAએ પાકિસ્તાની સેના પર બે વિવિધ હુમલાનો દાવો કર્યો છે. BLA અનુસાર આ હુમલામાં 25 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. અને ત્રણ લશ્કરી વાહનોનો નાશ કરાયો છે. BLA પ્રવક્તા જિયાંદ બલોચે જણાવ્યું હતું કે, પહેલો હુમલો ઝિયારત ક્રોસ નજીક લશ્કરી કાફલા પર કરાયો હતો. BLA અનુસાર, તેના લડવૈયાઓએ લશ્કરી કાફલામાં ચાર વાહનોને નિશાન બનાવ્યા હતા. આમાંથી બે વાહનો, જેમાં એક લશ્કરી ટ્રકનો સમાવેશ થાય છે. જેમાં 18 લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા.
લશ્કરી વાહનને બનાવાયુ નિશાન
બીજો હુમલો સુરબના હાજીકા વિસ્તારમાં થયો હતો. BLAના જણાવ્યા અનુસાર, તેમની સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડે વિસ્ફોટકોથી ભરેલા વાહનને રિમોટલી વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં એક લશ્કરી વાહનનો નાશ થયો હતો. અને સાત પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાની અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
મૃતક પાકિસ્તાની સૈનિકોની યાદી આવી સામે
આ હુમલામાં પાકિસ્તાની સેના અને સુરક્ષા દળોના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. જેમની યાદી સામે આવી છે. તેમાં કેટલાક સૈનિકોના નામ અને ઓળખનો સમાવેશ થાય છે. BLAએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. લશ્કરી કાફલામાં ચાર વાહનોને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. આમાંથી બે વાહનોનો નાશ કરવામાં આવ્યો હતો અને 18 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાને હજુ સુધી સૈનિકોની યાદી અથવા BLAના મૃત્યુઆંક અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
આ પણ વાંચોઃ નેપાળના આ શહેર પર અબજો રૂપિયા ખર્ચી ભારતની 'ચિકન નેક' પર ચીન રાખી રહ્યું છે નજર!
