12 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. મતદાન પહેલા જ સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય રાજકીય તેમજ સામાજિક ચર્ચાનો વિષય બન્યો છે. સરકારનો દાવો છે કે આ પગલું સંપૂર્ણપણે માનવતાવાદી છે, જ્યારે વિરોધીઓ તેને ચૂંટણી પહેલા લઘુમતી હિન્દુ સમુદાયને ખુશ કરવાની કોશિશ તરીકે જોવી રહ્યા છે.


દીપુ ચંદ્ર દાસ સાથે શું બન્યું?

ગયા વર્ષે 18 ડિસેમ્બરના રોજ મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા ઉપ-જિલ્લામાં દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકાયો હતો. ટોળાએ પહેલા તેમને માર માર્યો, ત્યારબાદ ઝાડ પર લટકાવી દીધા અને પછી આગ લગાવી દીધી. આ ઘટના સમગ્ર દેશમાં ચોંકાવનારી સાબિત થઈ હતી અને માનવતા પર કલંક ગણાઈ હતી. આ કેસમાં અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલુ છે.

પરિવારને મળશે કઈ સહાય?

સરકારે જાહેર કરેલી યોજના મુજબ દીપુ દાસના પરિવારને કુલ 50 લાખ ટકાની સહાય આપવામાં આવશે. આ સહાયમાં 2.5 મિલિયન ટકાના ખર્ચે નવું ઘર બનાવવામાં આવશે, જે નેશનલ હાઉસિંગ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવશે. દીપુના પિતા અને પત્નીને પ્રત્યેકને 10 લાખ ટકાની સીધી રોકડ સહાય આપવામાં આવશે. તેમના બાળકના ભવિષ્ય માટે 5 લાખ ટકાની ફિક્સ ડિપોઝિટ (FDR) બનાવવામાં આવશે. સરકારનું કહેવું છે કે દીપુ પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય હતો. તેની અચાનક ગેરહાજરીથી પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, તેથી આ સહાય જરૂરી હતી.

રાજકીય ચર્ચા શરૂ

ચૂંટણી પહેલા આ જાહેરાત થતા રાજકીય માહોલ ગરમાયો છે. ટીકાકારોનું કહેવું છે કે સરકાર ચૂંટણી પહેલા લઘુમતી હિન્દુ સમુદાયમાં વિશ્વાસ ઉભો કરવા માંગે છે. તેમના મત પ્રમાણે, આ પગલું રાજકીય લાભ માટે લેવામાં આવ્યું હોઈ શકે છે. બીજી તરફ સરકારના સમર્થકો માને છે કે ભલે આ નિર્ણય ચૂંટણી પહેલા આવ્યો હોય, પરંતુ પીડિત પરિવારને મદદ મળવી એ સૌથી મહત્વની બાબત છે. તેઓ કહે છે કે માનવતા રાજકારણથી મોટી હોવી જોઈએ.

ધાર્મિક સહનશીલતા અંગે ગંભીર પ્રશ્નો

દીપુ ચંદ્ર દાસની હત્યાએ બાંગ્લાદેશમાં સામાજિક સહઅસ્તિત્વ અને ધાર્મિક સહનશીલતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય પીડિત પરિવાર માટે રાહતરૂપ છે, પરંતુ આ ઘટના જેવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે કડક કાયદાકીય પગલાં અને સામાજિક જાગૃતિ વધુ જરૂરી છે. ચૂંટણીના આ સંવેદનશીલ સમયે લેવામાં આવેલ આ નિર્ણય માનવતાવાદી છે કે રાજકીય વ્યૂહરચના – તેનો નિર્ણય તો મતદારો જ કરશે

આ પણ વાંચો : Jeffrey Epstein : એપ્સ્ટેઇન કેસમાં મોટું પગલું, અનએડિટેડ દસ્તાવેજો હવે કાયદા ઘડનારાઓ માટે ખુલ્લા


  • Follow us on: