બાંગ્લાદેશ એયરફોર્સનું એયરક્રાફટ ક્રેશ થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. જ્યારે 170 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ સૌથી મોટી મુશ્કેલી ડીએનએ સેમ્પલ મેળવવામાં અને મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. હમણા સુધી માત્ર એક જ પરિવારે ડીએનએ સેમ્પલ આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મૃતદેહોની ઓળખ કરવા માટે તમામ પરિવારને ડીએનએ સેમ્પલ આપવા માટે વિનંતી કરી છે.


એયરક્રાફટ ક્રેશ દુર્ઘટના

ઢાકાના ઉત્તરા વિસ્તારમાં થયેલા એયરક્રાફટ ક્રેશ દુર્ઘટનામાં લોકોનો રોષ સરકાર સામે ભભૂકી રહ્યો છે. તો બીજી તરફ, મૃતદેહોની ઓળખ કરવામાં પણ વિલંબ સર્જાઇ રહ્યો છે. આ વિલંબના કારણે મૃતદહેનોના અંતિમ સંસ્કાર કરવામાં પણ મોડુ થઇ રહ્યુ છે. સરકાર માટે આ પક્રિયા કોઇ મોટા પડકારથી ઓછી નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે, ડીએનએ મેચિંગ પ્રક્રિયા સીઆઇડી પ્રયોગશાળામાં કરવામાં આવશે. સરકારે રજૂઆત કરી છે જે લોકોના બાળકો અને સંબંધીઓના નામ ઘાયલો અને મૃતકોની યાદીમાં ન હોય તેવા લોકો ડીએનએ સેમ્પલ ઝડપથી આપે.

દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો

બાંગ્લાદેશમાં સોમવારે 21 જુલાઇના રોજ બાંગ્લાદેશ એયરફોર્સનું એયરક્રાફટ ક્રેશ થયુ હતુ. જે ઢાકામાં સ્થિત માઇલસ્ટોન શાળા-કોલેજના કેમ્પસ પર ધરાશાયી થયુ હતુ. આ સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. અને ઘાયલ થયા હતા. બચાવકાર્ય તુરંત શરુ કરાતા ઇજાગ્રસ્ત લોકોને હૉસ્પિટલ ખસેડાયા હતા. અને સારવાર શરુ કરાઇ હતી. જેના કાટમાળ નીચે હજુ મૃતદેહો હોવાની આશંકા છે. બાંગ્લાદેશ એયરફોર્સનું એયરક્રાફટ ક્રેશ થતા આસપાસના પશુ-પક્ષીઓને પણ ભારે નુકસાન પહોંચ્યુ હતુ. 

  • Follow us on: