ભારતે બાંગ્લાદેશ એયરક્રાફ્ટ ક્રેશમાં ઘાયલ થયેલા પીડિતોની મદદ કરી હતી. મિત્રતાભર્યા વાતાવરણને જોતા બાંગ્લાદેશે ભારત સરકારનો આભાર માન્યો હતો. તો સાથે જ મેડીકલ ટીમને પણ ધન્યવાદ કહ્યા હતા. ભારતનું માનવતાભર્યુ વલણ જોઇને બાંગ્લાદેશે તેને 'એકતા'નું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યુ છે.


મેડિકલની ટીમનો આભાર

ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પરંતુ અમુક સંજોગોને કારણે બન્ને દેશ વચ્ચે કડવાશ પેદા થઇ છે. બાંગ્લાદેશના વચગાળાની સરકારના સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસે જ્યારથી કમાન સંભાળી છે. ત્યારથી ભારતના દુશ્મનો સાથે સંબંધો સારા કર્યા છે. અને શેખ હસીનાને ઘેરવાનું શરુ કર્યુ છે. પરંતુ હાલમાં મોહમ્મદ યુનુસના સુર ભારત માટે બદલાયેલા જોવા મળ્યા છે. જે મોહમ્મદ યુનુસ કાલ સુધી ભારત સામે લાલ આંખ કરી રહ્યા હતા. તેઓ આજે ભારતને ધન્યવાદ કહી રહ્યા છે. તેઓએ ભારત, ચીન, સિંગાપુરમાંથી આવેલી મેડિકલની ટીમનો આભાર માન્યો હતો. ગયા અઠવાડિયે બાંગલાદેશના ઢાકામાં માઇલસ્ટોન શાળા-કોલેજ પર એયરક્રાફ્ટ ક્રેશ થયુ હતુ. જેમાં ઘાયલોની સારવાર અને મૃતકોના ડીએનએ મેચ કરવા માટે વિવિધ દેશમાંથી મેડીકલ ટીમ આવી હતી. અને ઘટના સ્થળે મદદ કરી હતી.

ભારતે આપેલુ વચન પાળ્યુ

મોહમ્મદ યુનુસે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, આ મેડીકલ ટીમ એકતાનું ઉદાહરણ દર્શાવે છે. ઇમરજન્સી સેવાઓમાં સહયોગની અપીલ કરી છે. સ્વાસ્થ્ય સલાહકાર નૂરજહાં બેગમ અને નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીના નિર્દેશક પ્રોફેસર નાસિઉદ્દીને જણાવ્યુ હતુ કે, વિદેશી તબીબોની મદદથી મોટા ભાગના દર્દીઓના જીવ બચાવી શકાયા છે. પીએમ મોદીએ દુર્ઘટના બાદ બાંગ્લાદેશને તુરંત સહાય કરવા માટેનું વચન આપ્યુ હતુ. ભારતીય ઉચ્ચ આયોગે બાંગ્લાદેશ સરકારનો સંપર્ક કરીને ગંભીર ઇલાજ માટે ભારતમાં સારવાર કરવા માટેની પણ ભલામણ કરી હતી. 

  • Follow us on: