બ્રાઝિલની રાજનીતિમાં એક નવુ તોફાન ઉભું થયુ છે જ્યારે ત્યાંની ફેડરલ પોલીસે પૂર્વ માનવધિકાર મંત્રી સિલ્વિયો અલમેદા પર યૌન શોષણનો ઔપચારિક આરોપ લગાવ્યો છે. આ કેસ હવે ફરિયાદીઓ અને પછી સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટકેલો છે. જોકે, અલ્મેદાએ હજુ સુધી લાગેલા આ આરોપો પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.
સિલ્વિયો અલ્મેદા પર યૌન શોષણ ઉત્પીડનનો ઔપચારિક આરોપ
બ્રાઝિલની ફેડરલ પોલીસે રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાની સરકારમાં માનવાધઇકાર મંત્રી રહેલા સિલ્વિયો અલ્મેદા પર યૌન શોષણ ઉત્પીડનનો ઔપચારિક આરોપ લગાવ્યો છે. આ જાણકારી શનિવારે એક પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી છે. અધિકારીએ આ માહિતી પોતાનું નામ ન આપવાની શરતે આપી હતી, કારણકે ત્યાં તેઓને સાર્વજનિક રૂપથી બોલવાની અનુમતિ નથી. આપને જણાવી દઇએ કે આ કેસ હવે પ્રોસિક્યુટર્સ પાસે જશે. ત્યાર બાદ તે જો લગાવેલા આરોપનો કેસ દાખલ કરવાનો નિર્ણય કરે છે. તો આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી જશે, સુપ્રીમ કોર્ટ આ કેસને નકારશે અથવા તો સ્વીકાર કરશે. જો આ કેસ સ્વીકાર કરવામાં આવ્યો તો અલ્મેદાના ટ્રાયલનો સામનો કરવો પડશે.













