નવી દિલ્હીમાં આયોજિત BRICS સમિટ 2026 દરમિયાન પશ્ચિમ એશિયાના ભૂ-રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ મોડ આવ્યો છે. ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે આ મુલાકાત શાંતિ અને સ્થિરતાની દિશામાં અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે.
નવી દિલ્હીમાં ઈરાન અને UAE ના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
આ બેઠક અંગે પ્રતિક્રિયા આપતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આઇરિશ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ દરમિયાન પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, "મને આ બેઠકથી કોઈ વાંધો નથી, તે તેમના પર નિર્ભર છે." આ સાથે જ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાન સાથેનો સંઘર્ષ આ વર્ષે મધ્યસત્ર ચૂંટણીઓ બાદ સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન કરાર કરવા માટે સતત સંપર્ક કરી રહ્યું છે, પરંતુ અમેરિકા માત્ર પોતાના હિતમાં હોય તેવો યોગ્ય સોદો જ કરશે. યુદ્ધના અંતથી વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઘટાડો થશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો.
