હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારમાં વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ એમટી એલ ગૈયા (MT El Garia) પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. ભારતે રવિવારે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. જહાજ પર સવાર કુલ 14 ભારતીય ક્રૂ સભ્યોમાંથી અત્યાર સુધીમાં 13 ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ગુમ થયેલા ભારતીય નાગરિક માટે મોટા પાયે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ઓમાનના દરિયાકાંઠે જહાજ MT El Gaia પર હુમલો

ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ના જણાવ્યા અનુસાર, ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને ઓમાની સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. આ હુમલાની સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં કેશ્મ ટાપુ નજીક એક ઈરાની કાર્ગો જહાજ પર પણ હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા છે, જેમાં 1 વ્યક્તિનું મોત અને 4 લોકો ઘાયલ થયા છે.

MEA એ હુમલા પર નારાજગી વ્યક્ત કરી

https://twitter.com/MEAIndia/status/2099145918234927536

જહાજ પર હુમલામાં 13 ભારતીયો બચાવાયા

વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, "ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા આ હુમલાની અમે સખત અપ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ અને નિંદા કરીએ છીએ. આ વિસ્તારમાં વાણિજ્યિક શિપિંગ, નિર્દોષ ખલાસીઓ, નાગરિકો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાની પ્રવૃત્તિ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."

ભારતની રાજદ્વારી ઉકેલ માટે અપીલ

ભારતે ફરી એકવાર મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા, હિંસા અટકાવવા અને કોઈપણ વિવાદનો ઉકેલ સંવાદ તેમજ રાજદ્વારી માધ્યમથી લાવવા માટે ભારપૂર્વક અપીલ કરી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા વાણિજ્યિક જહાજોના મુક્ત અને સલામત આવાગમન ને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા હાકલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને યુએસ નાકાબંધી સમાપ્ત કરવાની શરતે જ જળમાર્ગ ખોલવાની વાત કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: નારોલ અને દાણીલીમડામાંથી ચોરાયેલી રિક્ષાઓ સાથે 3 શાતિર ચોર ઝડપાયા; 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત