અમેરિકાના ન્યુ યોર્ક રાજ્યમાંથી એક ચોંકાવનારા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચીક્ટોવાગા વિસ્તારમાં આવેલા બફેલો નાયગ્રા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અચાનક જેટ ફ્યુઅલ (વિમાનનું ઇંધણ) સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. ઇંધણના અભાવે એરપોર્ટ પર ઊભેલા અથવા આવતા વિમાનોમાં રિફ્યુઅલિંગ કરવાનું અશક્ય બન્યું છે, જેના કારણે વિમાનો જ્યાં હતા ત્યાં જ જમીન પર ફસાઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવિએશન તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એક નોટામ (NOTAM - Notice to Airmen) જાહેર કરવામાં આવી છે.
નોટામ દ્વારા અપાઇ ચેતવણી
જ્યારે પણ કોઈ એરપોર્ટ, રનવે કે એરસ્પેસમાં અસામાન્ય કે અસ્થાયી સમસ્યા સર્જાય, ત્યારે પાઇલટ્સને આગોતરી ચેતવણી આપવા માટે નોટામ જાહેર કરવામાં આવે છે. આ કટોકટીના પગલે એક મોટી યુએસ એરલાઇને પોતાના વિમાનો માટે વિશેષ સૂચના જારી કરી છે. જે વિમાનો બફેલો ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા અથવા રિફ્યુઅલિંગ માટે ત્યાં રોકાવાના હતા, તેમને હવે નજીકના પડોશી એરપોર્ટ પર ઉતરાણ કરીને ત્યાંથી જ ઇંધણ ભરી લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
https://twitter.com/intelFromBrian/status/2091733178272620950
