ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે, જેનાથી ખાડી દેશોમાં તણાવ વધ્યો છે. ઈરાને પણ વળતો પ્રહાર કરતા ઈઝરાયલ પર મિસાઈલથી હુમલા કર્યા છે. ત્યારે તેની વચ્ચે નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ હુમલાની અસર શેર અને કોમોડિટી બજારો પર પડશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. અમેરિકા અને ભારત સહિત વિશ્વભરના મુખ્ય શેરબજારોમાં 2 માર્ચે નોંધપાત્ર વેચવાલી જોવા મળી શકે છે.


2 માર્ચે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી શકે?

જે રીતે ભૂ-રાજકીય તણાવ વધે છે, તેમ તેમ નકારાત્મકતા વધે છે અને બજારમાં વેચાણનું દબાણ વધે છે. તેથી, પ્રારંભિક પ્રતિક્રિયા બજારમાં નોંધપાત્ર ઘટાડો હોઈ શકે છે." બજારો મધ્ય પૂર્વમાં વધતા તણાવ પર નજીકથી નજર રાખશે. બજારો જોવા માગશે કે આ ટૂંકા ગાળાનો સંઘર્ષ છે કે લાંબા ગાળાનો યુદ્ધ. મધ્ય પૂર્વમાં વધતા તણાવ ભારત માટે ચિંતાનો વિષય છે. કારણ કે ભારત ક્રૂડ ઓઈલનો મુખ્ય આયાતકાર છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો સરકારની નાણાકીય સ્થિતિ પર અસર કરશે. શેરબજારની વાત કરીએ તો, સેન્ટિમેન્ટ પહેલાથી જ નબળું છે. ફેબ્રુઆરીમાં શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી ફુગાવો વધી શકે છે

નિષ્ણાતો કહે છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાનો અર્થ એ છે કે ફુગાવો વધશે, જેની અસર સામાન્ય લોકો પર પડશે. આ સંઘર્ષ મુખ્યત્વે તેલ કંપનીઓને અસર કરશે. પેઈન્ટ કંપનીઓના દબાણમાં વધારો થશે. ઉડ્ડયન કંપનીઓ માટે સંચાલન ખર્ચ વધશે, જેનાથી વિમાન ભાડા પર અસર થવાની સંભાવના છે. ઘણી એરલાઇન્સ મધ્ય પૂર્વના રૂટનો ઉપયોગ કરવાનું બંધ કરશે. આનાથી વિદેશ મુસાફરીનો ખર્ચ વધશે, જેના કારણે લોકોને વધુ પૈસા ખર્ચવા પડશે. નિષ્ણાતો કહે છે કે રોકાણકારોએ 2 માર્ચે બજારમાં નોંધપાત્ર ઘટાડા માટે તૈયાર રહેવું જોઈએ.

આ પણ વાંચો : Iran Israel War : ભારતીય એરલાઈન્સ કંપનીઓને મોટું નુકસાન, 350 ફ્લાઈટ કરી રદ

ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.



  • Follow us on: