ચલણના મૂલ્યને ધ્યાનમાં રાખીને, બેંકે સરકારને 10 રૂપિયાની નોટ બંધ કરવાની સલાહ આપી છે. પાકિસ્તાન સરકાર નિર્ણયને અમલમાં લાવશે. 

નોટના સ્થાને સિક્કા 

પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે 10 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેંકના ડેપ્યુટી ગવર્નરે તાજેતરમાં સેનેટ કમિટીને આ અંગે માહિતી આપી હતી. બેંકે જણાવ્યું હતું કે ખર્ચ બચાવવા અને ચલણનું મૂલ્ય વધારવા માટે તે નોટને સિક્કાથી બદલશે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, ચલણ છાપવામાં વાર્ષિક 29.6 અબજ રૂપિયાનો ખર્ચ થાય છે. સેન્ટ્રલ બેંકના ડેપ્યુટી ગવર્નર ઇનાયત હુસૈને સમિતિને જણાવ્યું હતું કે 10રૂ.ની નોટ છાપવાથી પાકિસ્તાનને નુકસાન થઈ રહ્યું છે. તેઓ તેને સિક્કાથી બદલવાનું વિચારી રહ્યા છે.

પાકિસ્તાન કેમ અમલ લાવશે નિર્ણય ? 

પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર સલીમ રઝાના મતે, ચલણના મૂલ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, સેન્ટ્રલ બેંકે 10 રૂપિયાની નોટના નોટબંધી અંગે સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી. રઝા કહે છે કે, જ્યારે ચલણનું મૂલ્ય ઘટે છે. ત્યારે નાની નોટોનું મૂલ્ય પણ ઘટે છે અને તેમની સાથે કંઈ ખરીદી શકાતું નથી. મતલબ કે, તેમની કોઈ કિંમત બાકી નથી. ભૂતપૂર્વ ગવર્નર રઝા કહે છે કે હાલમાં, પાકિસ્તાની 10 રૂપિયાની નોટનું કોઈ મૂલ્ય નથી. તેનું મૂલ્ય ખૂબ જ ઓછું છે.

અગાઉ પણ અમુક નોટ થઇ ચુકી બંધ 

પાકિસ્તાને 1,2 અને 5 રૂપિયાની નોટો પહેલાથી જ બંધ કરી છે. શરૂઆતમાં તેમને બદલવા માટે સિક્કા રજૂ કરાયા હતા. પરંતુ પછીથી, સિક્કા પણ બજારમાંથી ગાયબ થયા હતા. હવે, પાકિસ્તાનમાં 1,2 અથવા 5ના સિક્કા જોવા મળતા નથી. આંતરરાષ્ટ્રીય ચલણ બજાર અનુસાર, ભારતમાં 10 પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય 3.46 રૂપિયા જેટલું છે એક કેન્ડી ટોફી 10 રૂપિયામાં વેચાઈ રહી છે. એક બિસ્કિટની ન્યૂનતમ કિંમત 40 રૂપિયા છે.

આ પણ વાંચોઃ પાણીની સાથે શરીરમાં આ 5 ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન પણ જરૂરી, જાણો શુ કહે છે તબીબ?