યુએઈના અધિકારીઓએ જણાવ્યુ છે કે, હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરી પાઇપલાઇન વિકસાવવામાં આવી રહી છે.
નવી તેલ પાઇપલાઇનનું બાંધકામ
યુએઈએ હોર્મુઝ સ્ટ્રેટનો ઉકેલ શોધી કાઢ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ નજીક તાત્કાલિક પાઇપલાઇન બનાવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જેથી ગેસ અને તેલના વૈશ્વિક પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે. અબુ ધાબી મીડિયા ઓફિસે અહેવાલ આપ્યો છે કે, યુએઈ ફુજૈરાહમાંથી પસાર થતી તેની નવી તેલ પાઇપલાઇનના બાંધકામને વેગ આપશે. પીએમ મોદી યુએઈ પહોંચ્યાના થોડા સમય પછી આ નિવેદન આવ્યું છે.
રોડવે પુનઃસ્થાપિત કરાશે
ઓમાન અને સાઉદી અરેબિયાની મદદથી, યુએઈ તેના માલને રોડ દ્વારા મોકલી રહ્યું છે. આ પ્રક્રિયામાં ટ્રકો લોડ કરવા અને પછી ઓમાન ઇન્ટરલિંક રોડ દ્વારા સાઉદી બંદરો પર પરિવહન કરવાનો સમાવેશ થાય છે. આ માર્ગ પર દરરોજ ઓછામાં ઓછા 3,500 ટ્રક દોડી રહ્યા છે. યુએઈ ઈરાન સંઘર્ષથી સૌથી ગંભીર વિક્ષેપનો સામનો કરી રહ્યું છે. કારણ કે, યુદ્ધ દરમિયાન, ઈરાને યુએઈ પર સૌથી વધુ હુમલો કર્યો હતો. વધુમાં, યુએઈ પાસે હાલમાં બીજો કોઈ માર્ગ નથી જેના દ્વારા તે વિશ્વને તેલ સપ્લાય કરી શકે.
https://twitter.com/ANI/status/2055241687148941543
મોદી-ઝાયદે હોર્મુઝ પર ભાર
સંયુક્ત આરબ અમીરાત પહોંચેલા પીએમ મોદી, મોહમ્મદ બિન ઝાયેદ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમએ જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટનું સલામત ઉદઘાટન વિશ્વ માટે જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવવી જોઈએ. નવી દિલ્હીમાં બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠકમાં, યુએઈએ પણ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. 6 માર્ચ, 2026 થી હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. ઈરાનની પરવાનગીથી જ જહાજો તેમાંથી પસાર થાય છે.
આ પણ વાંચોઃ માત્ર સેનાના બળથી ઇરાનને ઝુકાવવુ મુશ્કેલ, અમેરિકા સાથેના તણાવ વચ્ચે અરાઘચીનુ નિવેદન
