[[$googlead]]

કંપનીનો દાવો છે કે, ચીન અને ભારતમાંથી આયાત થતા જૂતા પરના ટેરિફને કારણે લાખો ડોલરનું નુકસાન થયું છે.

યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં કેસ

ફ્લોરશેમ જૂતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર પહેરે છે. તે કંપનીએ હવે યુએસ સરકાર સામે દાવો દાખલ કર્યો છે. કંપનીનો દાવો છે કે જૂતા પર સરકારના ટેરિફને કારણે નોંધપાત્ર નુકસાન થયું છે અને તેની ભરપાઈ થવી જોઈએ. આ દાવો એક ખાનગી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. જે ફ્લોરશેમ, બોગ્સ અને નન બુશ સહિત અનેક જૂતા બ્રાન્ડ ધરાવે છે. કંપનીએ યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

[[$alsoread]]

ટેરિફના કારણે વેપારને નુકસાન

ટ્રમ્પ પોતે ફ્લોરશેમ બ્રાન્ડના ચામડાના ઓક્સફોર્ડ જૂતા પહેરે છે. એક જોડીની કિંમત આશરે $145 છે. ટ્રમ્પે આ જૂતા તેમના કેટલાક સહયોગીઓ અને વ્હાઇટ હાઉસની મુલાકાત લેતા મહેમાનોને પણ ભેટમાં આપ્યા છે. કંપનીનું કહેવું છે કે ટેરિફને કારણે તેનો વ્યવસાય ખોરવાઈ ગયો છે. કંપનીએ શરૂઆતમાં ચીનથી જૂતા આયાત કર્યા હતા. પરંતુ અમેરિકાએ તેમના પર 145% ટેરિફ લાદ્યો હતો. ત્યારબાદ, કંપનીએ ભારતમાંથી જૂતા આયાત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાંથી જૂતા પર પણ ટેરિફ લાદવામાં આવ્યા. આનાથી વ્યવસાય વધુ જટિલ બન્યો છે.

ક્યારે મળશે વળતર ?

આ મહિનાની શરૂઆતમાં, ટ્રેડ કોર્ટના એક ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે કંપનીઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી લાભ મેળવવા માટે હકદાર છે, એક એવો ચુકાદો જે ટેરિફ રિફંડ તરફ દોરી શકે છે. જોકે, રિફંડ કેવી રીતે અને ક્યારે મળશે તે સ્પષ્ટ નથી. કંપનીના સીઈઓ થોમસ ફ્લોરશેમ જુનિયરે હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. વ્હાઇટ હાઉસે પણ કોઈ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચોઃ LPG Crisisની વચ્ચે Tanker Shivalik પહોંચ્યુ ભારત, જાણો યુદ્ધ ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશ્યુ?

  • Follow us on: