વિશ્વના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્ક દ્વારા કરવામાં આવેલા હોબાળાએ સોશિયલ મીડિયાને ચોંકાવી દીધું છે.
X પર વાયરલ થઇ પોસ્ટ
ટેસ્લા, સ્પેસએક્સ અને માઇક્રોબ્લોગિંગ સાઇટ Xના માલિક એલોન મસ્ક ફરી એકવાર વિવાદમાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલી પોસ્ટમાં એલન મસ્ક પર MAGAને બદલે WAGA એટલે વ્હાઇટ અમેરિકા ગ્રેટ અગેનની વિચારધારાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એલોન મસ્કે તેમના એકાઉન્ટમાંથી પોસ્ટ કરી હતી. જેમાં કહેવાયુ છે કે, વિશ્વભરમાં શ્વેત વસ્તી ઝડપથી ઘટી રહી છે. તેમના મુદ્દાને સમર્થન આપવા માટે તેમણે પોસ્ટ શેર કરી. જેમાં જણાવ્યું કે, 1900માં, શ્વેત વસ્તી 36 ટકા હતી. હવે ઘટીને 8 ટકા થઈ છે.
સોશિયલ મીડિયા પર હોબાળો
મસ્કની પોસ્ટથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. ભારતીય-અમેરિકન અબજોપતિ વિનોદ ખોસલાએ ટ્રમ્પની પોસ્ટ અંગે ટ્વિટર પર લખ્યું, એલોન મસ્કનો એજન્ડા ફક્ત શ્વેત લોકો માટે અમેરિકાને મહાન બનાવવાની માનસિકતામાં મૂળ ધરાવે છે અને તે જાતિવાદને સ્વીકાર્ય વિચારધારા તરીકે રજૂ કરી રહ્યા છે. નિવેદનમાં મસ્કની આગેવાની હેઠળની કંપનીઓ ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સમાં કામ કરતા બિનશ્વેત કર્મચારીઓ અને જાતિવાદનો વિરોધ કરતા શ્વેત કર્મચારીઓને પણ આ કંપનીઓ છોડી દેવા વિનંતી કરાઇ હતી.
ટેસ્લા કારની નિર્માતા ટીમમાં ભારતીયોનો દબદબો
એલોન મસ્કની બહુચર્ચિત ટેસ્લા કારની સ્વ-ડ્રાઇવિંગ સેવાના નિર્માતા માનવામાં આવતા એન્જિનિયર ભારતીય મૂળના એશો એલુસ્વામી છે. તમિલનાડુમાં જન્મેલા એશોએ ચેન્નાઈમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી રોબોટિક સિસ્ટમ્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતીય મૂળના વૈભવ તનેજા 2023 થી ટેસ્લાના CFO છે. સંજીવ શર્મા સ્પેસએક્સમાં સ્ટારશિપ ડાયનેમિક્સના મુખ્ય ઇજનેર છે. તેમણે અગાઉ ભારતીય રેલ્વે એન્જિનિયર તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચોઃ India EU Trade Deal: 'મધર ઓફ ઓલ ડીલ' મામલે પત્રકાર પરિષદ, બન્ને દેશ વચ્ચે શરુ થયો નવો અધ્યાય
