પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર અને વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને ઢાકાના હોટલ સોનારગાંવ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે વિદેશ મંત્રી સ્તરે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ વેપાર સંબંધોને મજબૂત બનાવવા અને રોકાણ વધારવા પર ભાર મૂક્યો હતો. હાલમાં, બંને દેશો વચ્ચે વાર્ષિક વેપાર $1 બિલિયનથી ઓછો છે. જેને આગામી વર્ષોમાં ઝડપથી વધારવા માટે સંમતિ સધાઇ હતી.
સહયોગ અને વેપાર સંબંધો પર મોહર
બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ વિદેશ સલાહકાર તૌહીદ હુસૈન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી ઇશાક ડારે કરવામાં આવ્યું હતું. બંને દેશના મંત્રીઓની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય કરાર અને 5 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આમાં વિઝા મુક્તિ, વેપાર સંબંધોને મજબૂત બનાવવા, સંયુક્ત કાર્યકારી સમિતિની રચના અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સહયોગનો સમાવેશ થાય છે. આનાથી બંને દેશો વચ્ચે આર્થિક અને રાજદ્વારી સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર બાંગ્લાદેશની મુલાકાતે છે. આ પ્રસંગે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કરાર અને 5 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોએ સત્તાવાર અને રાજદ્વારી પાસપોર્ટ ધારકો માટે વિઝા મુક્તિ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત, વેપાર પર સંયુક્ત કાર્યવાહી સમિતિ, બે વિદેશી સેવા એકેડેમી વચ્ચે સહયોગ, રાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ બાંગ્લાદેશ સંવાદ સંસ્થા અને એસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાન કોર્પોરેશન વચ્ચે સહયોગ અને બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટ ઇસ્લામાબાદ વચ્ચે સંસ્થાકીય ભાગીદારી માટે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન અને બાંગ્લાદેશની મજબૂત થતી મિત્રતા
ઢાકાની બે દિવસીય સત્તાવાર મુલાકાત પર, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર શનિવારે હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા અને વિદેશ સચિવ અસદ આલમે તેમનું સ્વાગત કર્યું હતુ. ઇશાક ડારે અનેક રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરી. આજે તેઓ મોહમ્મદ યુનુસને પણ મળશે. પાકિસ્તાનના વિદેશ મંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વચગાળાની સરકાર માટે માત્ર થોડા મહિના બાકી છે. શેખ હસીનાને હટાવ્યા પછી યુનુસ સરકાર હેઠળ બાંગ્લાદેશ અને પાકિસ્તાને પોતાના સંબંધો મજબૂત બનાવ્યા છે.