ખાબી લેમની કંપની સાથે બ્રોકરેજ ફાર્મ્સે સંબધિત સ્ટોક ટ્રેડીંગ રોકી દીધી છે.
ખાબી લેમ આવ્યા ચર્ચામાં
ખાબી લેમને TikTok પર મળેલી સફળતાને હવે $1 અરબના બિઝનેસમાં બદલવાની યોજના પર સવાલ ઉઠી રહ્યા છે. આ વિવાદનું કારણ એ છે કે, મોટાભાગની બ્રોકરેજ ફાર્મ્સે ડીલ સાથે જોડાયેલા સ્ટોકની ટ્રેન્ડીંગ પર રોક લગાવી છે. TikTok કે જેમના આ પ્લેટફોર્મ પર 160 મિલિયનથી વધુ ફોલોવર્સ છે અને સોશિયલ મીડિયા પર 360 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. તેઓએ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે, તેઓ પોતાની કંપની સ્ટેપ ટિસ્ટિંક્ટિવ લિમિટેડને Hong Kongની રિચ સ્પાર્કલ હોલ્ડિંગને $97.5 મિલિયનમાં વેચી દેશે.
કંપનીની સોદેબાજી ચર્ચામાં
ખાબી લેમે કંપની વિશે જણાવ્યુ હતુ કે, તેમનો આ સોદો સ્ટોકના માધ્યમથી થશે. તેની કિંમત $97.5 મિલિયન હશે. વિશ્વની સોશિયલ મીડિયા હસ્તીઓમાંથી એક ખાબી લેમને ડિવોર્સના સમાચાર બાદ અચાનક મોટાભાગની તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. Forbesના જણાવ્યા અનુસાર, $20 મિલિયનની સંપત્તિ છે. આટલી સંપત્તિ સાથે ખાબી લેમ ક્રિએટીવ ઇકોનોમીના ચર્ચિત ચહેરામાંથી એક છે. તમામ સંપત્તિ તેમના પિતાના નામ પર રજિસ્ટ્રર હોવાની ચર્ચા છે.
અંગત જીવન થયુ જાહેર
આ તમામ ઘટનાઓમાં ખાબી લેમની અંગત જિંદગી પણ સાર્વજનિક થઇ ગઇ છે. સૌ કોઇનુ ધ્યાન તેમના જીવન પર છે. 26 વર્ષીય આ યુવકે નવેમ્બર 2023માં એક ડેનિશ-સાઉથ આફ્રિકી મોડેલ, વેન્ડી થેમ્બેલીહલે જ્યુલ સાથે લગ્ન કર્યા હતા. વિશ્વભરમાં પ્રખ્યાત થયા બાદ પણ તેઓએ પોતાના અંગત જીવનને લોકોથી દૂર રાખ્યુ હતુ. તેથી હાલમાં જે વિવાદ સર્જાઇ રહ્યા છે. તેને કારણે આ તમામ સમાચાર ચોંકવનારા છે.
આ પણ વાંચોઃ પદનો દુરુપયોગ કરતા મંત્રી સામે PM Balen Shahની લાલ આંખ, પદ પરથી કરાયા બરતરફ
