ઓપરેશન સિંદૂરના 365 દિવસ બાદ પણ પાકિસ્તાન અને તેના આતંકી સંગઠનો આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન ત્રણ મુખ્ય મોરચે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે.

આતંકી આકાઓ અંડરગ્રાઉન્ડ

ઓપરેશન સિંદૂર દરમિયાન લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર ભારે હુમલા કરવામાં આવ્યા હતા. જેના ડરથી હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા મોટા આતંકીઓ છેલ્લા એક વર્ષથી અંડરગ્રાઉન્ડ છે અને તેમની કોઈ તસવીર સામે આવી નથી. વધુમાં, અજાણ્યા હુમલાખોરો દ્વારા લશ્કરના કો-ફાઉન્ડર હમઝા અને હિઝબુલ કમાન્ડર સજ્જાદ અહેમદની હત્યા કરાતા આ સંગઠનો નબળા પડ્યા છે.

પાણી માટે ત્રાહિમામ

ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દેતા પાકિસ્તાનમાં ભારે જળ સંકટ સર્જાયું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 13% અને સિંધમાં 17% પાણીની અછત સર્જાઈ છે. એપ્રિલ 2026માં પાકિસ્તાને આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના દ્વાર ખટખટાવ્યા હતા, પરંતુ હજુ સુધી તેને કોઈ રાહત મળી નથી.

 આર્થિક કંગાળી

ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાને કારણે પાકિસ્તાનને દર મહિને 300 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. પૈસાના સંકટને પહોંચી વળવા પાકિસ્તાને હવે તેના સૈનિકો અને હથિયારો ભાડે આપવાનું શરૂ કર્યું છે. આ વર્ષે પાકિસ્તાને સાઉદી અરેબિયામાં 13,000 સૈનિકો મોકલ્યા છે, જેના બદલામાં તેને 3 બિલિયન ડોલરની સહાય મળી છે.

આ પણ વાંચો:Iran America Deal: ઇરાન અમેરિકા વચ્ચે થઇ ડીલ,ઈસ્લામાબાદ નહીં પણ જીનીવામાં રચાશે ઈતિહાસ?