પાકિસ્તાને અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ જનરલ માઇકલ એ. કુરિલ્લાને 'નિશાન-એ-ઇમ્તિયાઝ'થી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા આ સન્માન આપવામાં આવ્યુ છે. 'નિશાન-એ-ઇમ્તિયાઝ' પાકિસ્તાનનું પ્રતિષ્ઠિત સન્માન છે. પાકિસ્તાનમાં વિશેષ સેવા બદ્દલ આપવામાં આવે છે.
પાકિસ્તાનનો આર્થિક સંકટ અને FATFથી બચવા પ્રયત્ન
પાકિસ્તાન અમેરિકા સાથે મિત્રતા દર્શાવવા માટે કોઇપણ તક જતુ કરતું નથી. પહેલા પાકિસ્તાનના પીએમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ માટે નોબેલ પુરસ્કાર માટે માગ કરી ચુક્યા છે. તો આ તરફ, એક સમારોહ દરમિયાન અમેરિકા સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ જનરલ માઇકલ એ. કુરિલ્લાને 'નિશાન-એ-ઇમ્તિયાઝ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ આ સન્માન આપીને સૌ કોઇનું ધ્યાન તેમના તરફ ખેંચ્યુ છે. સેન્ટ્રલ કમાન્ડ અમેરિકા સૈન્યનો એક એવો ભાગ છે જે ઇરાન અને યમનના વિદ્રોહીયો પર હુમલો કરવા માટે જવાબદાર છે. આ ઉપરાંત સેન્ટ્રલ કમાન્ડ મિડલ ઇસ્ટને પણ કંટ્રોલ કરે છે. આવા સમયે પાકિસ્તાનનું આ રીતે સન્માનિત કરવું ઘણા બધા મુદ્દાઓનો સંકેત આપે છે. જનરલ કુરિલ્લાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન તેમને રાષ્ટ્રપતિ ભવનમાં ત્રણેય સેનાઓ દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યુ હતુ.
પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરુ બન્યુ
પાકિસ્તાનના આ પ્રકારના વલણ એવા સમયે સામે આવ્યા છે. જ્યારે પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરુ બન્યુ છે. અને IMFની શરત સામે ઘૂંટણીયે પડ્યુ છે. તો આ તરફ, FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર નિકળ્યા બાદ પણ તેની છબી સામે પ્રશ્નો છે. વર્ષ 2018માં ગ્રે લિસ્ટમાં નાંખવામાં આવેલા પાકિસ્તાનને 2022માં બહાર કાઢવામાં આવ્યુ હતુ. પરંતુ ભારતે FATF પર દબાણ કર્યુ છે. અને જણાવ્યુ છે કે, પાકિસ્તાન આતંકી ફંડીંગ રોકવામાં અસફળ છે. CENTCOM જે વર્ષ 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકા સેનાની વાપસી બાદ પણ પોતાનો પ્રભાવ યથાવત રાખ્યો છે.