સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના Community Notes નામના નવા ફિચરની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ફિચરના કારણે અમુક પેઇડ યુઝર્સ પોતોના અકાઉન્ટ વિશે વધુ માહિતી મેળવી શકશે. જો કોઇ પોસ્ટ વધુ પડતા લાઇક મેળવી રહી છે તો તેના પર યુઝર્સને callout નામની નોટિફીકેશન મળશે. જેનો અર્થ છે કે, આ પોસ્ટ સારુ પ્રદર્શન કરી રહી છે.


નવું ફિચર કેમ છે મહત્ત્વનું ?

જે પોસ્ટ સારું પ્રદર્શન કરી રહી છે. તેને રેટિંગ અને ફિડબેક આપવામાં આવશે. આ ફિચર દ્વારા એ પણ જાણી શકાશે કે આ પોસ્ટ વિવિધ લોકોને પણ ટાર્ગેટ કરે છે. કે માત્ર એક વિચારધારાવાળા લોકોને જ પસંદ પડી રહી છે. જો આ પોસ્ટ તમામને પસંદ આવશે તો તેને પબ્લિક અપ્રૂવલ ટેગ પણ મળશે. અને જો વિવિધ લોકોને પોસ્ટ પસંદ આવશે તો પોસ્ટ પર મેસેજ આવશે કે આ વિવિધ લોકોને પસંદ પડ્યુ છે.

Got Likesના નામે નવું સેક્શન લોન્ચ

Community Notesની વેબસાઇટ પર એક નવું સેક્શન જોવા મળશે. તેનું નામ છે Got Likes. જેમાં એવા બધા પોસ્ટ જોવા મળશે જે વિવિધ જૂથને પસંદ પડયા હોય. હાલમાં આ ફિચર અમેરિકાના કેટલાક સિલેક્ટેડ યૂઝર્સ માટે જ શરુ કરવામાં આવ્યુ છે. આગામી સમયમાં અન્ય દેશોમાં આ ફિચર લાવવામાં આવશે. નવા ફિચરના માધ્યમથી મેસેજમાં મદદ મળી રહેશે. તમે જાણી શકશો કે કયો કન્ટેન્ટ સારો છે. અને અને કયો ખરાબ. ફેક કન્ટેન્ટમાંથી બચી શકાશે. આ નવા ફિચર દ્વારા ઉપયોગી કન્ટેન્ટ પણ જાણવા મળશે. Xનું આ નવુ ફિચર દર્શાવે છે કે, સોશિયલ મીડિયા માત્ર ટ્રેંડીંગ અને વાયરલ સુધી સમિત નથી. તે હવે મદદરૂપ કન્ટેન્ટ માટે પણ ઉપયોગી છે. 

  • Follow us on: