અમેરિકી કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુબ જ નજીકના સહયોગી ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી દીધું છે અને ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આ હત્યાકાંડથી આઘાતમાં છે. ચાર્લી કિર્કની હત્યાના વીડિયો દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના મિત્રની હત્યાથી ખુબ જ દુ:ખી
આ વીડિયોએ અમેરિકામાં રાજકીય હિંસાના જોખમને ફરી એક વખત ઉજાગર કરી દીધું છે. કારણ કે ચાર્લી કિર્કે યુવા રિપબ્લિકન વોટર્સને એકજૂટ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને ચાર્લી કિર્ક ઈઝરાયેલના કટ્ટર સમર્થક પણ હતા. તેની વચ્ચે રિપબ્લિકન ફ્યૂચર અમેરિકાએ જણાવ્યું કે ટ્રમ્પે જાહેરાત કરી છે કે તે જલદી જ ચાર્લી કિર્કને મરણોપરાંત પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના મિત્રની હત્યાથી ખુબ જ દુ:ખી છે, તેમને શૂટરને પકડવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. તેના માટે ડોર-ટૂ-ડોર સર્ચ ઓપરેશન પણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.













