સુપરહિટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝનો એક સીન કદાચ દરેકને યાદ હશે કે જેમાં પુષ્પા એક કુખ્યાત ગેંગસ્ટરને મારી નાખે છે. બાદમાં લાઇવ કોલ પર તેના જીજાજી તેના જીવની ભીખ માગે છે. પરંતુ તે પહેલાં તે તેને મારી ચૂક્યો હોય છે. અને કહે છે કે પાંચ મિનિટ પહેલે કોલ કરનાથા ના લેટ કર દિયા.....મંગળવારે પણ કઇક આવું જ કઇ થયુ. જ્યારે ઇઝરાયલે હમાસ નેતાઓને નિશાન બનાવવા માટે કતર પર બોમ્બ મારો કર્યો.


ટ્રંપની ડબલ ગેમ

એક એવો હુમલો જે અંગે તેલ અવીવે દાવો કર્યો છે કે તેને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું સમર્થન હતુ. ટ્રંપે બેદરકારીથી કહ્યું, "દુર્ભાગ્ય પૂર્ણ હુમલાને રોકવા માટે હવે બહુ મોડું થઈ ગયું છે," જોકે તેમણે સ્વીકાર્યું કે ઇઝરાઇલે અગાઉથી જ હુમલાની જાણકારી આપી હતી.

હકીકતમાં, એક રિપોર્ટ મુજબ અમેરિકાને ઘણાં સમય પહેલાં જાણ કરી દેવામાં આવી હતી. જોકે કતરને આપવામાં આવેલી ચેતવણી ઈરાદાપૂર્વક હોય કે ન હોય, પરંતુ ઘણી મોડેથી આપવામાં આવી હોય તેવું લાગે છે. કતરે કહ્યું કે આ કોલ દોહામાં હુમલાઓ શરૂ થયા પછી 10 મિનિટે આવ્યો. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અન્સારીએ ટ્વીટ કર્યું, અમેરિકન અધિકારીનો ફોન બોમ્બ વિસ્ફોટોના અવાજ દરમિયાન આવ્યો હતો.

શરુ થતાની સાથે જ પૂરી થઈ ગઈ છેલ્લી ચેતવણી

આ 'છેલ્લી ચેતવણી' એટલી ઝડપથી પૂરી થઈ જશે એ કોઈએ વિચાર્યું નહોતું. હમાસે કહ્યું, "અમે આ ગુના માટે અમેરિકન પ્રશાસનને પણ બરાબરનો જવાબદાર માનીએ છીએ." હમાસનું કહેવું છે કે આ હુમલો માત્ર તેમની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતાને નહીં, પણ વૈશ્વિક શાંતિના નેતા બનવા માટે ટ્રંપની જાહેર મનોકામનાને પણ ઝટકો છે.

કતારે આ હુમલાઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં તેમને બેદરકારીભર્યા અને કાયરતાપૂર્વકના હુમલા તરીકે ગણાવ્યા. કતારના વિદેશ મંત્રીએ એક પગલું આગળ વધીને ઇઝરાયલના આ હુમલાને 'સ્ટેટ ટેરરિઝમ' (રાજ્યપ્રાયિત આતંકવાદ) કહ્યો. તેમણે આગળ કહ્યું, "કતાર હવે માત્ર નિવેદનો અને નિંદા પર નહિ અટકી, પરંતુ આ હુમલા

  • Follow us on: